Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

પોરબંદરના ઓડદર ગામના ખુન કેસના આરોપીના જામીન મંજુર

પોરબંદર તા.ર૪ : ઓડદર ગામના ચકચારી ખુનકેસમાં આરોપીને જામીન મુકત કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

પોરબંદર તાલુકાના ઓડદર ગામે દોઢેક વર્ષ પહેલા મંડપ કરવાના ઝગડામાં સામસામે માથાકુટ થતા અને તે માથાકુટમાં ૧૯ વર્ષના નવયુવાન જેસલ હાજાનું ખુન થઇ ગયેલુ હતું. અને સામ સામે બંને પક્ષને સાત-આઠ વ્યકિતઓને ઇજાઓ થયેલી હતી. અને સામસામે ફોજદારી ફરીયાદો પણ દાખલ થયેલી હતી. જેમાં જેસલ હાજાનું ખુન કરવાના ગુન્હામાં જેલમાં રહેલા ચાર મહીલા તહોમતદારોને જામીન મળી ગયા બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જેના હાથમાં ભાલા હતા તેવા વેજા વજશી તથા સાંગણ વજશીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપતા અને ત્યારબાદ બાકીના બે આરોપીઓને પણ જામીન મુકત થઇ જતા અને તે રીતે કુલ-૯ આરોપીઓમાંથી ૮ આરોપીઓ જામીન મુકત થઇ ગયા હતા.ત્યારબાદ જેની ઉપર જેસલના ખુનનો આરોપ હતો તે દેવશીભાઇ ઓડેદરા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા ડીસ્ટ્રીકટ જજ શ્રી સૈયદ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવાઓ ધ્યાને લઇ આરોપીને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઇ બી.લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ ડી.લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, નવઘણ જાડેજા, જીતેન સોનીગ્રા તથા જીતેન્દ્ર પાલા રોકાયેલા હતા.

(12:09 pm IST)