Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ગોંડલમાં ૫૯ વ્યકિતઓને કરાયા કવોરેન્ટાઇન, પોરબંદર સાંસદના પરિવારના ૩ સભ્યો પણ સામેલ

રાજકોટ, તા.૨૪: જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે આરોગ્ય તંત્ર પણ તનતોડ મહેનત કરી રહ્યું છે. પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકના બંને પુત્રો ડોકટર નૈમિષ અને તેના ાઇ સાવન ધડુક તેમજ તેના બનેવી સ્વીઝરલેન્ડનો પ્રવાસ ખેડીને આવ્યા હતા.

જેની જાણ આરોગ્ય વિભાગને થતાં અર્બન હેલ્થ સેન્ટરના ડોકટર દિવ્યાબેન પદમાણી દ્વારા સાંસદના બંગલે કોરનટાઇનનું સ્ટીકર લગાવી લોકોને સત્ય કહેવા જાગૃત કરાયા છે. આ સાથે શહેરના ૫૯ વ્યકિતઓ દેશનો પ્રવાસ કરીને આવ્યા હતા.

તેઓને પણ કવોરેન્ટાઇન આરોગ્ય લક્ષી માહિતી આપી ઘરની અંદર જ રહેવા સૂચન કરાયું છે. આ સાથે ડોકટર દિવ્યાબેન કોરોનાના કહેર વચ્ચે લોકોએ જાગૃતિ દાખવી સ્વૈચ્છિક રીતે પારસ્પરિક દુરી રાખી કોરોનાને અટકાવવા લોકોને જણાવ્યું હતું અને ઘરમાં રહેવા અપીલ કરી હતી.

(12:06 pm IST)