Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા તથા જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીભાઇ પટેલ અને ધ્રાંગધ્રા બેઠક પરથી પુરષોત્તમ સાબરિયાને પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કરાયા

અમદાવાદ: લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવાની સાથે ભાજપે ગુજરાતની ત્રણ વિધાનસભાની બેઠક પરના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યો પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ટીકિટ આપવામાં આવી છે. માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા તથા જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીભાઇ પટેલ અને ધ્રાંગધ્રા બેઠક પરથી પુરષોત્તમ સાબરિયાને પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કરાયા છે.

ભાજપ દ્વારા કોંગ્રેસના ધાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે તે તમામને ટીકિટ આપવામાં આવી છે. દેશમાં લોકસભાની ચૂંટણી સાથે 34 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. આ પેટા ચૂંટણીમાં રાજ્યની પાંચ બેઠકોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતની 15 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર, મોટાભાગના રિપિટ

ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ, રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ લોકસભા સાથે યોજાનાર પેટા ચૂંટણી માટે કરાયો છે. આ પાંચ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી. આ બેઠકોમાં ઊંઝા, તાલાળા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકનો સમાવેશ થાય છે. તાલાળા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને બાદ કરતાં તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજાશે. આ પાંચેય બેઠકો પર 23મી એપ્રિલે લોકસભાની પેટા ચૂંટણી સાથે જ મતદાન થશે.

(1:03 pm IST)