Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા પછી કેસરિયા ખેસ ધારણ કરનારા પરસોતમ સાબરીયાને મળી હળવદ-ધ્રાંગધ્રાની ટિકિટ

 મોરબી: ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા પછી કેસરિયા ખેસ ધારણ કરનારા હળવદ ધ્રાંગધ્રા બેઠકના માજી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને ભાજપે વિધાનસભાની આજ બેઠકની ટીકીટ આપી છે. ત્યારે તેમણે પોતાના મતદારો અને ટેકેદારો ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને ગત વિધાનસભાની ચુંટણીમાં જેટલા મતોથી તે વિજયી બન્યા હતા તેના કરતા પણ વધુ મતોથી તે આ પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની સામે વિજયી બનશે તેવી લાગણી વ્યક્ત કરી છે.

દેશમાં લોકસભાની ચુંટણીની સાથોસાથ જ ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે પણ પેટા ચુંટણી યોજાવાની છે. ત્યારે મોરબી જીલ્લામાં આવતી વિધાનસભાની હળવદ-ધ્રાંગધ્રા બેઠક માટે કોંગ્રેસમાંથી છેડો ફાડીને કેસરિયા ખેસ ધારણ કરનારા પરસોતમભાઈ સાબરીયાને ભાજપમાંથી હળવદ-ધ્રાંગધ્રા બેઠકની ટીકીટ દેવામાં આવી છે. ત્યારે તેમની સાથે વાત કરતા તેઓએ પહેલા તો ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

ત્યાર બાદ હળવદ-ધ્રાંગધ્રા તાલુકામાં વિકાસના કામોને વેગ આપવાનું કહીને તેમના વિજય માટે દેશના વડાપ્રધાન મોદીજી ઉપર પૂરો ભરોસો છે. તેમ કહીને દરેક જ્ઞાતિ અગાઉની જેમ ફરી તેમના ઉપર પસંદગીનો કળશ ઢોળશે અને અગાઉ કોંગ્રેસના સિમ્બોલ સાથે તેઓ ભાજપના ઉમેદવારની સામે 14000 મતોની લીડથી ચુંટાયા હતા. જો કે આ પેટા ચુંટણીમાં તે આગાઉ મળેલી લીડ કરતા પણ વધુ લીડથી ચુંટાશે તેવો વિશ્વ પણ વ્યક્ત કર્યો હતો.

(1:03 pm IST)