Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

હર્ષદ પાસે એસ. ટી.બસ અને કાર વચ્ચે અકસ્માતમાં બેના મોતઃ બેને ઇજા

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બન્ને વાહનો નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી (જામનગર), કૌશલ સવજાણી -ખંભાળીયા) (પ-ર૮)

ખંભાળીયા-જામનગર તા. ર૩ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના હર્ષદ પાસે અકસ્માતમાં બે વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ હર્ષદ પાસેથી પસાર થઇ રહેલી એસ. ટી. બસ અને કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યકિતના મોત થયાનું જાણવા મળ્યું છે. મૃતકો વડોદરાના હોવાનું જાણવા મળ્યું છે. જયારે બે વ્યકિતને ઇજા થઇ હતી. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(4:04 pm IST)