Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મોરબીવાસીઓ અભુતપુર્વ રીતે દેશભકિતના રંગે રંગાયાઃ હજારો લોકોએ શહીદોને શ્રધ્ધાંજલી અર્પી, ચોમેર તિરંગા દર્શન

મોરબી, તા., ર૪: ખરા રાષ્ટ્ર ધર્મને વરેલી અને મોરબીમાં ટુંકા ગાળામાં જ પોતાની નીતી નિષ્ઠા અને ચોક્કસ ધ્યેય એપ પ૧ કરોડના ભારતમાતાનું મંદિર બનાવવા તરફ જેટ ગતીએ આગળ વધતી સંસ્થા માતૃભુમી વંદના ટ્રસ્ટે મોરબીવાસીઓને ગઇકાલે શહીદીદીન નિમિતે અનેરા ભકિતના રંગે રંગ્યા હતા.

સંસ્થા દ્વારા સવારે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ હતી. જે રેલીમાં અંગ્ેરજી હકુમતની તાતાશાહીમાં તેમને તાબે નહી થઇ અને ઇન્કલાબ જીંદાબાદના બુલંદ અવાજ સાથે હસતા હસતા ફાંસીએ ચઢી જનારા શહીદ એ આઝમ ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરૂના પાત્રોમાં સ્કુલના બાળકોએ લોકોને શહીદોના દર્શન કરાવ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગોને ભારત માતા કી જયના નારાથી ગજવી મુકયા હતા.

રાત્રે આ સંસ્થા દ્વાાર દેશભકિત ગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારો મોરબીવાસીઓ હાજરી આપવા સાથે અનેરા અપુર્વ દેશભકિતના રંગે રંગાયા હતા. મદનભાઇ દુલુના દેશભકિતના ગીત અને સાથે શહીદોની અમરગાથાને વર્ણવવા પર વારંવાર ગ્રાઉન્ડમાં હજારો તિરંગાઓ ફરતા રાખવા સાથે નારાઓ ગુંજતુ કરી દેતા સમગ્ર વાતાવરણ દેશભકિતથી તરબોળ બની ગયું હતું. શિસ્તબધ્ધ રીતે યોજાયેલ આ કાર્યક્રમમાં આરએસએસ અગ્રણી ડો.જયંતીભાઇ ભાડેશીયા, પુર્વ ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયા, વરમોરા ગ્રુપના મોર પરસોતમભાઇ વરમોરા સહીત અનેક આગેવાનોએ પણ મા ભારતની વંદના કરવા સાથે શહીદોને શ્રધ્ધાંજલી અર્પી હતી.

સંસ્થાના મહેશભાઇ ભોરણીયાએ સંસ્થાનો પરીચય આપવા સાથે મોરબીમાં વિદ્યાર્થીઓ માટે ગુરૂકુળ, આદર્શ ગૌશાળા હોસ્પીટલ સાથેનું ભારત માતાનું પ૧ કરોડના ખર્ચે નિર્માણ કરવાની જાહેરાત કરવા સાથે આપવા વિના માંગી ન શકાય તેમ પોતાના તરફથી રૂ. ૧.પ કરોડના દાનની જાહેરાત કરી હતી. આ તકે અન્ય દાતાઓ દ્વાાર પણ લાખો રૂ.નું દાન જાહેર કરવામાં આવ્યું હતું. અને દાન કયાંય માંગવા જવાનું નહી તેવા સંકલ્પ સાથે સંસ્થા બે માસમાં આ દાનની રકમ સુધી પહોંચી જવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ તકે સંસ્થા દ્વારા મે માસમાં મોરબીમાં આવતુ શિવાજી મહારાજના જીવન પર આધારીત અકલ્પનીય નાટક 'જાણતા રાજા' જોવા લોકોને અનુરોધ કર્યો હતો.

(2:13 pm IST)