Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ધંધુકા પાસેથી લાખોનો દારૂ જપ્ત

ટ્રક સાથે ૨ શખ્સોની ધરપકડઃ રાજકોટ તરફ લઇ જવાતો'તો

વઢવાણ તા.૨૪: ધંધુકા ત્રણ રસ્તા પાસે ટ્રકમાંથી ૨૪ લાખના દારૂ સાથે ૨ શખ્સોને ઝડપી પાડીને તપાસ હાથ ધરી છે.

એ.કે.જાડેજા પોલીસ મહાનિરીક્ષકશ્રી, અમદાવાદ વિભાગ અમદાવાદનાઓને સદર ડ્રાઇવ દરમ્યાન ઇગ્લીશ દારૂની હેરાફેરી થતી અટકાવવા તથા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ આર.આર.સેલ અમદાવાદ વિભાગના પોલીસના માણસોને સુચના કરેલ જે આધારે આર.આર.સેલ સ્ટાફના અધિકારી,કર્મચારીઓ બગોદરા રોહીકા ત્રણ રસ્તા વાહન ચકાસણીની કામગીરીમાં હતા જે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહને બાતમી મળેલ કે,ટ્રક નંબર. આર.જે. ૨૦ જી.એ. ૩૦૩૨માં ઇગ્લીશદારૂનો જથ્થો ભરી હરીયાણાથી રવાના થયેલ અને રાજકોટ તરફ જનાર છે.

જે આધારે આર.આર.સેલના સ્ટાફે બગોદરા રોહીકા ત્રણ રસ્તા ખાતે ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે બગોદરા રાજકોટ રોડ તરફ હંકારી મુકેલ જેથી સદર ટ્રકને રોકવા બગોદરા પો.સ.ઇ. ડી.જી.ગોહીલને જાણ કરતા તેઓ તેમના સ્ટાફ સાથે કોમ્બીગ નાઇટમાં હોય ટીમ સાથે બગોદરા ધંધુકા ત્રણ રસ્તા પાસે સરકારી વાહન સાથે આવી ગયેલ અને રોડ ઉપર આડાસ કરી ટ્રક (નં.આર.જે.૨૦ જી.એ. ૩૦૩૨)ની આર.આર.સેલના સ્ટાફ તથા બગોદરા પોલીસની સંયુકત ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ અને તેમાં તપાસ કરતા લોખંડની પાઇપો નિચે ટ્રકમાં સંતાડેલ દારૂ-બિયરનો રૂ.૨૪ લાખનો જપ્ત કર્યો છે.પોલીસે અબ્દુલ રશીદ અબ્દુલ મજીદ કુરેશી રહે નિચમ શંકરમીલની પાસે સ્કીમ નં.૭ મહોલ્લા તા.જી. નિમજ એમ.પી તથા સુનિલ મોહનલાલજી માલવી (બલઇ) રહે ગોપાલગંજ આર્યસમાજ મંદિર પાસે જી.પ્રતાપગઢ રાજસ્થાનની  ધરપકડ કરી છે.(૧.૧૪)

(1:01 pm IST)