Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રાજુલાના મેરીયાણાનો ભાવેશ આહિર રાજકોટમાં ૩ ચોરાઉ બાઇક સાથે પકડાયો

સુરત, અમરેલી, ઉનાથી બાઇક ચોરી લાવી સસ્તા ભાવે વેંચી દેતા : મનિષ ઉર્ફ ઘુઘો કોળી ચોરતો અને ભાવેશ વેંચતોઃ ઘુઘો પણ બે બાઇક સાથે સકંજામાં

રાજકોટઃ અનડિટેકટ અને શરીર સંબંધી ગુનાઓ શોધવા ઉચ્ચ અધિકારીઓએ આપેલી સુચના અંતર્ગત થોરાળાના પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. પી.ડી. જાદવ, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, ઝહીરભાઇ ખફીફ, કોન્સ. મશરીભાઇ ભેટારીયા, વિજયભાઇ મેતા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રોહિતભાઇ કછોટ, વિજયભાઇ મકવાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મશરીભાઇ, ધર્મેન્દ્રસિંહ અને બી. જે. જાડેજાને બાતમી મળી હતી કે રાજુલના મેરીયાણા ગામનો એક શખ્સ ચોરાઉ બાઇક વેંચવા આઇટીઆઇ પાસે આવ્યો છે. તેના આધારે એ શખ્સને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ ભાવેશ ઉનડભાઇ ભુકણ (આહિર) (ઉ.૨૨) જણાવ્યું હતું. આકરી પુછતાછમાં તેણે આ બાઇક ચોરાઉ હોવાનું અને વેંચવા માટે આવ્યાનું તેમજ બીજા બે બાઇક પણ સંતાડી રાખ્યાનું કબુલતાં કુલ ત્રણ ચોરાઉ બાઇક કબ્જે લીધા હતાં. આ બાઇક સુરત, અમરેલી અને ઉનાથી તેના મિત્ર મનિષ ઉર્ફ ઘુઘો કોળીએ ચોર્યાનું પણ કબુલ્યું હતું. પોલીસે તપાસ કરતાં ઘુઘાને પણ અમરેલી પોલીસે બે ચોરાઉ બાઇક સાથે પકડી લીધાની માહિતી મળી હતી. ઘુઘો બાઇક ચોરતો હતો અને ભાવેશ સસ્તા ભાવે વેંચાણ કરતો હતો. પૈસા મળે તેમાંથી બંને મોજશોખ કરતાં હતાં. (૧૪.૭)

(12:57 pm IST)