Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ભાણવડના મોટાગુંદા ગામે હત્યા કરી અંતિમવિધી કરાવી નાખીઃ એક મહિના પછી રાવ થતા ચકચાર

ખંભાળીયા તા. ર૪ :.. ભાણવડના મોટા ગુંદા ગામે રહેતા ચંદુભાઇ બાબુભાઇ પાડલીયા ને ગત તા. ર૬ ના રોજ કોઇપણ કારણોસર જગડો થતા ખાર રાખી ગોરધનભાઇ અરજણભાઇ દેલવાડીયા, અનીલભાઇ અરજણભાઇ દેલવાડીયા, સંદીપભાઇ અનીલભાઇ દેલવાડીયા, સંજયભાઇ વિઠલભાઇ દેલવાડીયા, સુભાષભાઇ વિઠલભાઇ દેલવાડીયા, અમીતભાઇ અનીલભાઇ દેલવાડીયા, જીવલેણ હથીયારોના ઘા મારી મોત નિપજાવી ફરીયાદી મયુરભાઇ ચંદુભાઇ પાડલીયા તથા સાહેદોને ધાક ધમકી આપી મૃતક ચંદુભાઇની અંતિમવીધી કરાવી નાખીયા ની પોલીસ ફરીયાદ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદી મયુરભાઇ પાડલીયાએ નોંધાવતા પોલીસ એ કલમ ૩૦ર, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, પ૦૬, ૧૩પ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ખંભાળીયાના ધરારનગર વિસ્તારમાં રહેતા વિશાલ રાજપરભાઇ ગામણાના રહેણાંક મકાનેથી દારૂ બોટલ નંગ-૮ કિંમત રૂપિયા ૪૦૦૦ સાથે ઝડપાઇ આવતા પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે. (પ-૧૭)

(12:55 pm IST)