Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ગોંડલમાં વિક્રમ રજપૂત પર ત્રણ ભરવાડ શખ્સોનો છરીથી હુમલો

રાજકોટ તા. ૨૪: ગોંડલમાં પંચપીરની ધાર પાસે વોરાકોટડા રોડ પર રહેતાં વિક્રમ  બાબુભાઇ પરમાર (ઉ.૧૯) નામના રજપૂત યુવાનને રાત્રે અગિયારેક વાગ્યે સમર્પણ સ્કૂલ પાસે ઉભો હતો ત્યારે નયન ભરવાડ, ભોલો ભરવાડ અને પવો ભરવાડે આવી ઝઘડો કરી છરી તથા ઢીકા-પાટુનો માર મારતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને રવિભાઇ ગઢવીએ ગોંડલ પોલીસને જાણ કરી હતી. વિક્રમ છૂટક મજૂરી કરે છે. જુના મનદુઃખને લીધે હુમલો થયાનું બહાર આવ્યું હતું.

(11:47 am IST)