Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

તાલાલાઃ રમળેચી ગીર ગામની આંગણવાડી કાર્યકર બહેનોને રોકડ પુરસ્કાર અર્પણ

તાલાલા (ગીર) તા. ર૩ :.. સરકાર દ્વારા સંકલીત બાળ વિકાસ સેવા યોજના હેઠળ આંગણવાડી કાર્યકર તરીકે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 'માતા યશોદા' એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

જેના અંતર્ગત આ એવોર્ડ માટે તાલાલા તાલુકાના રમળેચી ગીર ગામના આંગણવાડી કેન્દ્ર નં. ૩ ની પસંદગી કરવામાં આવી હતી.  રમળેચી ગીર ગામની આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કાર્યકર શ્રી ભાવનાબેન મસરીભાઇ ગોહિલ અને તેડાગર રીનાબેન મનસુખભાઇ મારૂને જીલ્લા કક્ષાએથી પુરસ્કાર રૂપે ૩૧ હજાર અને ર૧ હજાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. રમળેચી ગીર ગામનું ગૌરવ વધારનાર આંગણવાડી કેન્દ્રની સિધ્ધીને ગ્રામજનોએ બીરદાવી બન્ને બહેનોને અભિનંદન આપ્યા હતાં.

(11:44 am IST)