Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

હવે સવારથી જ બફારાની અસર

ધીમે-ધીમે ઉનાળાનો જામતો માહોલ : લઘુતમ તાપમાનનો પારો પણ ઉંચે ચડવા લાગ્યો

રાજકોટ, તા. ર૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઉનાળાનો માહોલ જામતો જાય છે. અને સવારથી બફારાનો અહેસાસ થવા લાગે છે.

સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડવા લાગે છે અને ગરમી વધવા લાગે છે.

સવારના સૂર્યનારાયણના દર્શન થવાની સાથે જ હુફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે ધોમધખતા તાપ સાથે આકરા ઉનાળાનો અનુભવ થવા લાગે છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૩.૮ મહત્તમ, ર૦ લઘુતમ, પ૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭.૪ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી છે.

(11:37 am IST)