Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મોરબીમાં શહિદ દિનની ઉજવણી

મોરબી : જુદી-જુદી સંસ્થાઓ દ્વારા દ્વારા શહિદ દિને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ઘાંજલિ આપવા માટે શહીદ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં વિવિધ શાળાના બાળકો જોડાયા હતા. રેલીએ શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને ભારત માતાની જય અને શહીદી અમર રહોના નારા ગુંજાવ્યા હતા. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, બજરંગ દળ, શિવ સેના, હિંદુ સેના દ્વારા શહિદોને શ્રદ્ઘાંજલિ પાઠવવા માટે સ્મૃતિ રેલી કાઢીને શહીદ ભગતસિંહની પ્રતિમાને હાર-તોરા કર્યા હતા. તેમજ વિવિધ શાળાઓના બાળકો રેલીમાં જોડાયા હતા. રેલી ભારત માતાની જય ના નારા સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. ઙ્ગશહીદ સ્મૃતિ રેલીમાં બાળકોએ વિવિધ ટેબ્લો બનાવીને રજુ કર્યા હતા. ઉપરાંત બાળકોએ શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પાત્રો ભજવ્યા હતા.આ પાત્રો રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રેલીમાં મોરબીના રાષ્ટ્ર ભકતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા તે ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના અગ્રણી દેવેનભાઈ રબારી અને દિનેશ વડસોલાની આગેવાનીમાં યોજાયેલ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શહીદ વીરોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી તે તસ્વીર.(૨૧.૪)

(10:25 am IST)