Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કોડીનારના છારા બંદરેથી વિદેશી દારૂની 2268 બોટલ સાથે બુટલેગર હનીફ શેખ ઝડપાયો:5,95 લાખનો મુદામાલ જપ્ત

દિવના વણાંકબોરીથી હોળી મારફતે દારૂનો જથ્થો કોડીનારના છારા બંદરે ઉતારતો હતો

 

કોડીનારના છારા બંદરેથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે બુટેલગર હનીફ શેખને ઝડપી લેવાયો છે કોડીનાર પોલિસે ટાટા મેજીક ગાડીમાંથી દારૂની કુલ 2268 બોટલ જપ્ત કરી છે. પોલિસે આરોપી બુટલેગર હનીફ નથુભાઇ શેખની ઝડપી પાડ્યો છે.ઝડપાયેલ આરોપી કેન્દ્રશાસિત પ્રદેશ દિવના વણાંકબોરીથી હોળી મારફતે દારૂનો જથ્થો કોડીનારના છારા બંદરે ઉતારતો હતો, ત્યારે પોલિસે દરોડો પાડી આરોપી બુટલેગરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓ પાસે ટાટા મેજિક ગાડી હતી અને તે સાથે કુલ 5, 95, 600નોમ મુદ્દા માલ પોલીસે ઝડપી લીધો હતો. દારૂની હેરફેર કરનાર રોણાજ ગામના હનીફ નથુભાઈ શેખ નામના બુટલેગરની પણ અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે કોડીનારમાં સતત દારૂનો ધંધો ધમધમે છે. પોલીસ કોઈને ઝડપે કે રેડ પાડે ત્યારે બે દિવસ બધું શાંત રહે ત્યાર બાદ બુટલેગરો ફરીથી દારૂની હેરફેર કરવા લાગે છે. કારણોથી સ્થાનિકો પણ ત્રસ્ત થઈ ઉઠ્યા છે    
કોડીનાર પોલીસે જાન્યુઆરી મહિનામાં પણ કારનો પીછો પકડી પોણા બે લાખનો ૪૬૯ બોટલ વિદેશી દારૂ અને ૯૫ નંગ બીયરની બોટલનો જથ્થો ઝડપ્યો હતો . અને કોડીનાર બાયપાસ પાસેની બજરંગ હોટલ પાસેથી જીજે-૦૩-એબી- ૫૧૬૪ને ઝડપી લઈ કારચાલક જીજ્ઞેશ ઉર્ફે જીગો બાબુ ભાલીયાને ઝડપ્યો હતો.

(11:33 pm IST)