Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ચૂંટણી પહેલા ગેરકાયદેસર હથિયાર વેચવાનુ કારસ્તાન ઝડપાયું

પાટડીના દેગામની સીમમાં ૩ ઇસમો, ૭ હથિયારો સાથે ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪: સંદીપ સિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાને સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગાર, હથિયાર ધારા હેઠળના વધુમા વધુ કેશો શોધી કાઢવા અંગે સુચના કરવામા આવેલ.

જે સુચના હેઠળ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. દ્વારા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા સાહેબ તથા એલ.સી બી. શાખાની અલગ અલગ ટીમો બનાવી, ખાસ એકશન પ્લાન તૈયાર કરી 'સુરેન્દ્રનગર જીલ્લો, ગે-કા હથિયારોથી મુકત જીલ્લો'બનાવવાનુ અભિયાન હાથ ધરવામાં આવેલ અને આ અંગે જરૂરી વર્કઆઉટ કરી, ખાસ વિસ્તારો ટારગેટ કરી તે વિસ્તારના અસામાજીક ઇસમોની હાલની પ્રવૃતિ બાબતે માહીતી એકઠી કરવામાં આવેલ.

પાટડી તાલુકા વિસ્તારમાં ખાસ કોમ્બીંગ હાથ ધરવામા આવેલ. કોમ્બીંગ દરમ્યાન એલ.સી.બી. ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે દેગામ ગામની આંકડીયા સીમ વિસ્તારમાંથી

(૧) આરોપી- નવાઝખાન ઉર્ફે લાલો અસરફખાન જત મલેક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-૧ કી.રૂ.૨,૦૦૦/- ના મુદામાલ સાથે તથા

(ર) આરોપી- સરીફખાન ઉર્ફે લાલો ઉમેદખાન જત મલેકને દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-૧ કી.રૂ.૨૦૦૦/-

(૩) આરોપી- મહમદખાન નશીબખાન જતમલેક રહે.પીપળી ને(૧) દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-૧ કી.રૂ.૨૦૦૦/- તથા ગન પાવડર (ખાડણીયો દારૂ) આશરે ૫૦ ગ્રામ તથા લોખંડના નાના મોટા છરા આશરે ૨૦૦ કિ.રૂ.૦૦/- તથા પોતાના રહેણાંક મકાને સંતાડી રાખેલ (ર)દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-૧ કિ.રૂ.૨,૦૦૦/- (૩) દેશી હાથ બનાવટની સીંગલ બેરલ ૧૨ બોર બંદુક-૧ કિ.રૂ.૫,૦૦૦/- (૪) દેશી હાથ બનાવટનો બાર બોર સીંગલ બેરલનો તમંચો-૧ કિે.રૂ.૫,૦૦૦/- (૫) લોખંડની દેશી હાથ બનાવટની પીસ્તોલ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૪,૦૦૦/- ના મુદામાલ સાથે

એમ ઉપરોકત ત્રણેય આરોપીઓને કુલ હથિયારો-૭ કુલ કિ.રૂ.૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પુછપરછ કરતા ઉપરોકત હથિયારો (૧) હુશેનખાન કરીમખાન મલેક રહે.જારુસલા તા.સાંથલ જી.પાટણ (ર) ભીખાભાઇ મિસ્ત્રી રહે.સેડલા તા.પાટડી (૩) મુસ્તુભા ઉમેદખાન જતમલેક રહે.દેગામ તા.પાટડી વાળા પાસેથી લીધેલ હોવાની કબુલાત આપતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ બજાણા (માલવણ) પોલીસ સ્ટેશનમા હથિયારા ધારા મુજબ અલગ અલગ ત્રણ ગુન્હાઓ રજી. કરાવવા કાર્યવાહી કરવામા આવેલ છે.

આ કામના આરોપીઓ પાસે આ સિવાય અન્ય કેટલા હથિયારો છે? કોઇને વેચેલ છે કે કેમ? સદર હથિયારો કોણ બનાવે છે કયાથી બનાવે છે? સદર રેકેટ સુચારૂ વ્યવસ્થિત કેવી રીતે ચાલે છે? કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે? વિગેરે બાબતે હકીકત મેળવી ગે-કા હથીયારોના રેકેટનો પર્દાફાસ કરવા અંગે આગળની કાર્યવાહી ચાલુમા છે.

એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ.કોન્સ. હીતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયભાઇ પ્રવીણભાઇ દીલીપભાઇ ભુપતભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ધનશ્યામસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્રારા આ કાર્યવાહી કરાઇ છે.

(11:55 am IST)