Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

જામનગરના લાલપુરના વાડી વિસ્તારમાં જમીનના શેઢા બાબતે બઘડાટી

 જામનગર તા.ર૪ : લાલપુર પોલીસ સ્ટેશનમાં મંજુબેન પાલાભાઇ મેશુરભાઇ  મારીયાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર-ર-ર૦ર૦ના વાડી વિસ્તાર માધ્યમીક સ્કુલની બાજુમાં આ કામના ફરીયાદી મંજુબેન તથા આરોપી દેવા રામસીભાઇ મારીયા રે. નાંદુરવાડી વિસ્તાર વાળાની ખેતીની જમીન એક જ શેઢે આવેલ હોય એન શેઢા બાબતે ફરીયાદી મંુબેન સાથે અવાર નવાર ઝઘડો કરતો હોય એ મારા પતિ તથા સમાજના આગેવાનો તથા ભાય કુટુંબ દ્વારા સમજાવાની કોશીષ કરતા તે બાબતનો ખાર રાખી આરોપી દેવા રામસીભાઇએ ફરીયાદી મંજુબેનને ઘરે લાકડી લઇ આવી તથા મનફાવે તેમ ભુંડી ગાળો દેવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ એ કહેલ તારા પતિને આજે પુરો કરી નાખવો છે તેમ કહેવા લાગેલ જેથી ફરીયાદી મંજુબેને તેના પતિને કેન્સરની બીમારી હોય જેથી તેમને ઘરમાં પુરી દીધેલ હતા અને આરોપી દેવા એ ફરીયાદી મંજુબેનની દિકરીને લાકડીનો એેક ઘા ડાબા હાથ ઉપર મારેલ હોય જેથી ફરીયાદી વચ્ચે પડતા તેને ઢીકાપાટુનો માર મારેલ અને કહેલ કે મારી જમીન શેઢામાં આવ્યા છો તો જીવતા નહી રહેવા દઉ તેવામાં ફરીયાદી મંજુબેનના સગા જેઠ કનુભાઇ તથા આરોપી દેવા રામસીભાઇના આવી જતા ફરીયાદી મંજુબેન તથા તેની દિકરીને છોડાવેલ જે બનાવ બાબતે ગુનો કરેલ.

લાખાબાવળ ગામે જમીન ખાલી કરાવવા બાબતે માર માર્યો

જામનગર : પંચ બી પોલીસ સ્ટેશનમાં ખેરૂનબેન મુનાફભાઇ ખફીએ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર-ર-ર૦ર૦ના લાખાબાવાળ રેલવે સ્ટેશનની બાજુમાં ફરીયાદી ખેરૂનબેનના પતિ સાહેદ મુનાફભાઇ ખફીની વડીલોપાર્જીત જમીન ખાલી કરાવવા આ કામના આરોપીઓ ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ ખફી, ઉમરભાઇ ઇસ્માઇલભાઇ ખફી, ઇનુસભાઇ ફઇસ્માઇલ ખફી, રે. મસીતીય ગામવાળાએ સાહેદ મુનાફભાઇએ ખફીને ભુંડા બોલી ઢીકા પાટુનો માર મારી ઝઘડો કરતા ફરીયાદી ખેરૂનબેનના પતિ મુનાફભાઇને આરોપીના મારથી બચાવવા વચ્ચે પડતા આરોપી ઇનુસભાઇએ ફરીયાદી ખેરૂનબેનને લાકડાના ધોકા વડે શરીરે માથામાં ઘા મારવા જતાં ફરીયાદી ખેરૂનબેને ડાબો હાથ આડો ધરતા ડાબા હાથના કાંડામાં એક ઘા લાગેલ તથા એક ઘા ડાબા ખંભામાં તથા વાસાના ભાગે તથા માથાના ભાગે બે ઘા મારતા ફરીયાદી ખેરૂનબેન જી.જી. હોસ્પિટલમાં સારવારમાં દાખલ થતા માથામાં ચાર ટાંકાની ઇજા થતા આરોપીઓ ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ ખફી, ઉમરભાઇ ઇસ્માઇલભાઇ ખફી, ઇનુસભાઇ ઇસ્માઇલભાઇ ખફી સાથે મળી ફરીયાદી ખેરૂનબેનને તથા સાહેદ મુનાફભાઇ ખફીને મારમાર્યા અંગેની પોલીસ ફરીયાદ કરશો તો એ જાનથી મારી નાખવાની ધમકી આપી આ કામમાં એક બીજાને મદદગારી કરી ઝિલ્લા કલેકટરને હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

સંતાન ન તથા પરણિતાએ આયખુ ટુકાવ્યું

જામનગર : કાલાવડના કુંભનાથપરામાં રહેતા બોદુભાઇ હસનભાઇ પટણી ઉ.વ.૩ર એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે તા.રર-ર-ર૦ર૦ના આ કામે મરણજનાર અરશીયાબેન ઉર્ફે સમસાદ બોદુભાઇ હસનભાઇ પટણી ઉ.વ.ર૭, રે. કુંભનાથપરા, કાલાવડવાળાના લગ્ન થયાને ૯ વર્ષ થયેલ હોય અને સંતાનમાં  કોઇ ન હોય જે બાબતે ટેન્શનમાં રહેતા હોય અને જે બાબતે મનમાં લાગી આવતા પોતાના હાથે એસીડ  પી જતાં સારવાર દરમીયાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં મરણ ગયેલ છે. આ અંગે પીઆઇ એ.જે.પટેલ તપાસ હાથ ધરી છે.

(1:48 pm IST)