Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ગોંડલના અપહરણના ગુન્હામાં વોન્ટેડ સંજય પરમાર પકડાયો

છ વર્ષથી નાસતો ફરતો'તો રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો

રાજકોટ, તા., ૨૪: ગોંડલ તાલુકા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં છ વર્ષથી વોન્ટેડ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો હતો.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા નાસતા ફરતા આરોઅપીઓને તથણ ગુમ થયેલ બાકળોને શોધવા સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એએસઆઇ મહંમદભાઇ ચૌહાણ, એએસઆઇ જયદીપભાઇ ઉનડકટ, હે.કો.પ્રભાતભાઇ પરમાર હે.કો. વીરરાજભાઇ ધાંધલ પો.કોન્સ મહેન્દ્રસિંહ સોલંકી ડી.અએસઆઇ રાઇધનભાઇ ડાંગર નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમ્યાન સાથના પો.કોન્સ મહેન્દ્રસિંહ સોલંકી ખાનગી રાહે હકીકત મળેલ કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ આઇ ગુ.ર.નં. ર૮/૨૦૧૪ ઇ.ીપ.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ના ગુન્હાના કામે છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી સંજય રાજુભાઇ પરમાર (ઉ.વ.ર૮) રહે. સરસવા પુર્વ તા.ફતેપુરા જી.દાહોદ વાળાને પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ છે.

(12:32 pm IST)