Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ટીસીએસઆરડીએ દ્વારકામાં જોબ ફેર કર્યું : ૨૮૦૦થી વધુ યુવાનો સામેલ થયા

દ્વારકા તા. ૨૨ : ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ ગુરુવારે દ્વારકામાં જોબ ફેરનું આયોજન કર્યું હતું. આ રિક્રૂટમેન્ટ અભિયાનમાં ૨૮૦૦થી વધુ યુવાનો સામેલ થયા હતા.

૧૩ ટાટા ગ્રૂપ સિવાયની અનેપ્રસ્સિદ્ઘકંપનીઓજેવીકેએમઆરએફ, હોન્ડામોટરસાયકલ્રૂસ્કૂટરઇન્ડિયાપ્રાઇવેટલિમિટેડ, રિલાયન્સરિટેઇલ વગેરેસામેલ થઈ હતી અને પ્લેસમેન્ટ માટે પરીક્ષા અને ઇન્ટરવ્યૂ લેવા માટે સ્ટોલ સ્થાપિત કર્યા હતા. પસંદગીની પ્રક્રિયામાં શારીરિક અને સ્વાસ્થ્યની ચકાસણી પણ સામેલ હતી. એક દિવસના આ જોબ ફેર દ્વારકાની આર્યસમાજની વાડીમાં ૨૦ ફેબ્રુઆરીએયોજાયો હતો.

આ જોબ ફેર માટે સામેલ થવા દેવભૂમિ દ્વારકાનાં આશરે ૭૫૦૦ યુવાનોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૩૫૦૦ યુવાનોને ફેરમાં સહભાગી કંપનીઓએ શોર્ટલિસ્ટ કર્યા હતા. જોબ ફેર ટીસીએસઆરડીના સ્કિલ સેન્ટરનાં વિદ્યાર્થીઓ ઉપરાંત ઉચિત ક્ષેત્રોમાં ઓખામંડળની કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીધારક વ્યકિત પણ સામેલ થઈ શકતી હતી. ટીસીએસઆરડી લાંબા સમયથી ઓખામંડળમાં યુવાનોને તાલીમ અને રોજગારી આપવા માટે કામ કરે છે.

જોબ ફેર ખુબ સફળ રહ્યો છે અને ગત વર્ષની સરખામણીમાં બે ગણા વધુ લોકોએ ભાગ લીધો હતો. અમે ટી.સી.એસ.આર.ડી. દ્વારા આવતી કાલનું ભવિષ્ય સશકત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ અને આ મેળો અમને સમુદાયોના જીવનમાં ફાળો આપવા માટે એક મંચ આપે છે.અમે સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ  એકસચેન્જ, આઇટીઆઈ, સહભાગી કંપનીઓ અને સંસ્થાઓનાં આભારી છીએ, જેમણે આ મેગા જોબ ફેરનું આયોજન કરવા અને એને સફળ બનાવવા સાથસહકાર આપ્યો હતો.ઙ્ખ શ્રી અલકા તલવાર, ટી.સી.એસ.આર.ડી. ના ટ્રસ્ટી એ જણાવ્યું હતું.

ટી.સી.એસ.આર.ડી.ઘણા વર્ષોથી ઓખામંડળ વિસ્તારના યુવાનોને તાલીમ અને રોજગારમાટેના કાર્યો કરે છે. ટીસીએસઆરડીએ ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નામનું સ્કિલ ટ્રેનિંગ સેન્ટર સ્થાપિત કર્યું છે.

(12:24 pm IST)