Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ભાવનગરમાં ગેસકટરથી એટીએમ તોડવાનો પ્રયાસ

ભાવનગર તા.ર૪ : ભાવનગરમાં ગેસકટરથી બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરાયો હતો.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના તળાજા રોડ પર શિવનગરની સામે રાધેકૃષ્ણ શોપીંગ સેન્ટરની દુકાન નં. ૮માં આવેલ બેંક ઓફ ઇન્ડીયાનું એટીએમ કોઇ અજાણ્યા શખ્સોએ સીસીટીવી કેમેરાને તોડી બાદમાં ગેસ કટર વડે એટીએમન તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળ ન થતા તેઓ નાસી છુટયા હતા.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. બનાવ બન્યો ત્યારે એટીમેની બહાર ચોકીદાર ન હતો અને રાત્રે પંધારામાં એટીએમને તોડવાનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળેલ છે.

(12:18 pm IST)