Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

દ્વારકામાં તા. ર૯મીએ ગૌ હોસ્‍પીટલનું રાજયપાલના હસ્‍તે લોકાર્પણ

ગૌ હોસ્‍પીટલની મુલાકાતે દેવભૂમિ દ્વારકા કલેકટર પંડયાઃ સમગ્ર કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૪ :.. દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્‍ણને પ્રિય ગાયોની સારવાર માટે વિષેશ સહસુવિધા નવનિર્માણ દ્વારકાધીશ ગૌ હોસ્‍પીટલનું ભથાડા ચોકમાં આવેલ ૧૩૬ વર્ષ જુની ગૌશાળાના પરિસરમાં દ્વારકાધીશ ગૌ હોસ્‍પીટલ ટ્રસ્‍ટના નેજા હેઠળ બનાવાયેલ ગૌ હોસ્‍પીટલનું લોકાર્પણ ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્યના હસ્‍તે બપોરે બે થી ત્રણ વાગ્‍યા વચ્‍ચે થશે. જેના માટેની તમામ તૈયારીઓ ટ્રસ્‍ટી મંડળ અને વહીવટી  તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

દ્વારકા શહેર અને તાલુકાના આસપાસ ના વિસ્‍તારોમાં બિમાર અને અશકત ગાયોની સારવાર માટેની અદ્યતન સુવિધા રૂપ નિર્માણાધીન થયેલ ગૌ હોસ્‍પીટલના લોકાપર્ણના કાર્યક્રમ દરમ્‍યાન રાજયપાલ ના હસ્‍તે ગૌ પૂજન તથા પ્રાસંગીક ઉદ્‌્‌બોધન અને સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને દાતાઓ તથા ગૌ સેવકોના સન્‍માન સહિતના કાર્યક્રમો યોજાવામાં આવ્‍યા છે.

રાજયપાલ શ્રી બપોરે રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડ ઉપર ગાંધીનગર થી હેલીકોપ્‍ટર મારફતે આવશે અને બે કલાક જેટલા સમય માટે દ્વારકા ખાતે રોકાણ કરી ગાંધીનગર જવા રવાના થશે. (તસ્‍વીર : દિપેશ સામાણી -દ્વારકા) 

(10:43 am IST)