Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

માળીયા મિયાંણાના હરીપર પાસે દેશીદારૂની આધુનીક ભઠ્ઠી પકડાઇઃ બેની ધરપકડ

દારૂ ગાળવા માટે હંગામી ડી.પી ઉભુ કરી ગરમ દારૂ તાત્કાલીક ઠંડો થઇ જાય તે માટે કુલીંગ સિસ્ટમ ગોઠવી 'તી

તસ્વીરમાં પકડાયેલ બંન્ને શખ્સો અને દારૂની ભઠ્ઠી નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણક વ્યાસ. મોરબી)

મોરબી,તા.૨૪: માળિયામિંયાણાનામાળિયાના હરીપર ગામ નજીક બાળવની ઝાડીમાં દેશી દારૂ બનાવવાની આધુનિક ભઠ્ઠી ઝડપી સાથે બે ઇસમોને દેશી દારૂનો આથો, ગોળ અને ભઠ્ઠીના સાધનો સાથે માળિયા પોલીસે ઝડપી લીધા હતા.

માળિયા પોલીસ મથકના પી.એસ.આઈ. જી.વી.વાણીયાની સુચનાથી પોલીસ સ્ટાફ ચેતનભાઈ કડવતર, જયસુખભાઈ પટેલ, વિપુલભાઈ ફૂલતરિયા, જયદેવસિંહ ઝાલા, વિજયદાન ગઢવી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પી.એસ.આઈ. જી.વી.વાણીયાને મળેલ કે પ્રોહીબીશન બુટલેગર ઇસમતઅલી ઉર્ફે ઈસ્માઈલ અબ્બાસભાઈ મોવર રહે-મૂળ-શાહીબાગ અમદાવાદ હાલ માળિયા કોળીવાસ અને તેના સગા કાકાજી સસરા દિલાવર મહમદભાઈ જામ રહે માળિયા વાળા સાથે મળી ગેરકાયદેસર દારૂની ભઠ્ઠી ગાળે તેવી બાતમીના આધારે હરીપર ગામની ગોળાઈની સામેના ભાગે બાળવાની ઝાડીમાં પાણીની પાપડી પાસે દરોડો પાડતા ત્યાં બંને આરોપીઓ હાજર માળિયા આવ્યા હતા અને દેશી દારૂનો આથો લીટર ૨૦૦૦ કીમત રૂ.૪૦૦૦, સળેલો ગોળ, ભઠ્ઠીના સાધનો ઇલેકિટ્રક વાયર અને ટી.વી.એસ. એકસેસ જીજે ૦૧ એમ.પી.૬૩૦૧ એક કુલ મુદામાલ કીમત રૂ.૨૮,૧૦૦ જપત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

આરોપી ઇસમતઅલી અબ્બાસભાઈ પ્રોહીબીશન બુટલેગર છે અને તેણે એમેઝોન ઓનલાઈન એપ પરથી અર્થિંગ પ્લેટ તથા હીટરની ખરીદી કરી આશરે પાંચસો મીટર દુરથી પસાર થતી ઇલેકિટ્રક લાઈનના થાંભલામાંથી ગેરકાયદેસર લંગર નાખી વીજ કનેકશન મેળવી ભઠ્ઠી વાળી જગ્યાએ હંગામી ડી.પી. ઉભી કરી અને બાજુમાં જમીનમાં અર્થિંગ માટેની પ્લેટ ફીટ કરી અને ભઠ્ઠીનો દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતા ડબલ બેરલની બુગીમાં હીટર ફીટ કરી જેથી આથો તાત્કાલિક ગરમ થાય અને ગરમ આથો તૈયાર થઇ તેમાંથી તૈયાર ગરમ દારૂ બાજુમાં એક બીજા બેરલમાં કુલીંગ માટેની સીસ્ટમ ફીટ કરવામાં આવેલ હોય જેથી ગરમ દારુ તાત્કાલિક ઠંડો થઇ જાય તેવી વ્યવસ્થા કરી આધિનિક ઢબથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપાયા હતા.તેમજ આ ભઠ્ઠી બે દિવસથી ચાલી કરેલ હોવાનું પણ માળિયા પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું.

વરલીના આંકડા લેતો ઐયુબ સામતાણી પકડાયો

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માતમ ચોક ખાતે આરોપી ઐયુબ ઉમર સામતાણી (ઉવ.૩૦) રહે કોળીવાસ માળિયા વાળો વરલી ફીચરનો જુગાર રમતો હોય જેને ઝડપી લઇને રોકડ રૂ. ૧૨૭૦ જપ્ત કરી જુગારનું સાહિત્ય કબ્જે લીધું છે.

(1:13 pm IST)