Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

લીંબડી પાસે આંગડીયા લૂંટમાં ૨ શખ્સો લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા

નંદનવન હોટલનાં ગ્રાઉન્ડમાં એસ.ટી. બસમાંથી આંગડીયા કર્મચારીના થેલાની લૂંટ કરીને ૯૧.૫૦ લાખની લૂંટ થઇ 'તી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૪: પોલીસ અધિક્ષક સાહેબ મહેન્દ્ર બગડીયાનાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે એકશન પ્લાન તૈયાર કરી, ગુન્હા શોધી કાઢવા અંગે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા તમામ ડીવીઝન અધિકારી શ્રીઓ તથા થાણા અધીકારીઓને સુચના આપી હતી.

તાજેતરમાં લીંબડી ને-હા રોડ ઉપર આવેલ નંદનવન હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલ એસ.ટી.બસમાંથી કોઇ અજાણ્યા ઇસમો રાજેશ નારાયણ આંગડીયા પેઢીના પાર્સલ ભરેલ કીંમતી થેલો કે જેમા આશરે બે કિલો સોનુ કિ.રૂ.૭૬,૦૦,૦૦૦ તથા સોનાના બે હાર કિ.આશરે રૂ.૧૦,૫૦,૦૦૦ તથા રોકડા રૂ.૦૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૯૧,૫૦,૦૦૦ની મતા ભરેલ થેલાની ચોરી થયેલ હોય, જે અંગે લીંબડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૧/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૭૯. ૧૨૦ બી મુજબના ગુન્હો નોંધાયો હતો.

સુરેન્દ્રનગર પોલીસ માટે એક પડકાર હોય. સંદીપ સિંઘ નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સુચના મુજબ ડી.એમ.ઢોલ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. શ્રી વી.આર.જાડેજા તથા એલ.સી.બી. ટીમ તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી એફ.કે.જોગલ સા. તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા તથા ડી.વી.બસીયા નાયબ પોલીસ અધીક્ષક લીંબડી ડીવી.નાઓના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ લીંબડી પો.સબ. ઇન્સ., એસ.આર.વરૂ તથા લીંબડી પો.સ્ટે.ની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા ર શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે.

આ કામના આરોપીઓની પુછપરછ કરતા ગુન્હાનો માસ્ટરમાઇન્ડ પ્રદિપસિંહ રામપ્રકાશ પરમાર રહે. રાબીયાપુરા વાળો કે, રાજકોટમાં આંગડીયા પેઢીમાં કામ કરે છે તે છે. આજથી આશરે છએક મહીના પહેલા સદર આંગડીયા પેઢીને લૂંટવાનો પ્લાન બનાવેલ. જે પ્લાનમાં દેવેન્દ્રસિંહ ઉર્ફે કરૂઆ સતવીરસિંગ પરમાર (ઠાકુર) રહે.નૌની જી. આગ્રા ઉતર પ્રદેશ તથા સંતોષ ખુશીરમ ગેહલોત તથા બાબુસીંગ માનસીંગ તોમર રહે. ઓડેલા, જી. આગ્રા યુ. પી. તથા બ્રિજેન્દ્રસિંગ રાજપૂત તથા બબ્બુ મુસ્લીમ તથા સતીષ તથ દિનેશસીંગ ગુર્જર રહે. બિહારીકાપુરા તા.બારી જી. ધોલપુર રાજસ્થાન તથા સુંદર તથા સંદીપ પંડીત તથા સંતોષ ગેહલોત તથા સંજૂ તથા મુનેશસીંગ તથા કાન્હો તથા દીપકસીંગ સામેલ થયેલ. તમામ આરોપીઓએ સાથે મળી ફુલપ્રુફ પ્લાન બનાવી અલગ અલગ કામગીરી સંભાળી ગુન્હાને અંજામ આપવા સારૂ અમદાવાદ લાલ દરવાજા તથા બાપુનગર વિસ્તારમાં અલગ અલગ હોટલો ગેસ્ટ હાઉસમાં લાંબા સમય સુધી રોકાઇ આંગડીયા પેઢીની પેઢીમાં કામ કરતા માણસોની આંગડીયા પેઢીના વ્યવહારોની ચોકકસ રેકી કરી. ગુન્હો કર્યાના એક દિવસ પહેલા  અમદાવાદ મેઘાણીનગરમાંથી હીરો સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી. આંગડીયા પેઢીનો કર્મચારી પ્રવીણભાઇ અમદાવાદ ગીતામંદિરમાંથી એસ.ટી. બસમા બેસતા બાબુસીંગ તથા ઉધમસીંગ તે બસમા બેસી લીંબડી નંદનવન હોટલ સુધી આવી. થેલાની ચોરી કરી ચોરેલા બાઇક સાથે દેવેન્દ્રસિંહ ઉર્ફે કરૂઆ સાથે બેસી ત્યાથી ચુડા રેલ્વેસ્ટેશન નજીક જઇ ગુન્હો કરવામાં ઉપયોગ કરેલ મો.સા. તથા હથીયાર તમંચો-કારતુસ તથા પોતે પહેરેલ કપડા સંતાડી ત્યાથી અન્ય વાહન મારફતે રવાના થઇ લીંબડી આવી ત્યાથી ટ્રાવેલ્સ મારફતે અજમેર અને ત્યાથી જયપુર ત્યાથી ફતેપુર સીકી ગયેલ. ત્યા મુદામાલનો ભાગ પાડી લીધેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન સ્પષ્ટ થયેલ છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા ગણત્રીના સમયમાં પડકારરૂપ કહી શકાય તેવો અનડીટેકટ લાખોની કીંમતની આંગડીયા ચોરીનો ભેદ ઉકેલી સંડોવાયેલ આરોપીઓ પકડી કુલ રૂ.૭૧,૯૨,૧૦૦ નો મુદામાલ રીકવર કરી ચોર-મુદામાલ શોધ કાઢવામાં આવેલ છે.

આ કાર્યવાહી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. સુ.નગર તથા એલ.સી.બી.ટીમના પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.જાડેજા તથા એફ.કે.જોગલ પો.ઇન્સ. એ.એસ.ઓ.જી.સુ.નગર તથા એસ.આર.વરૂ પો.સ.ઇ. લીંબડી પો.સ્ટે. તથા એલ.સી.બી. સુ.નગરના પો.હેડ. કોન્સ જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા પો.કોન્સ. સંજયભાઇ પ્રવિણભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ દાજીરાજસિંહ ડાયાભાઇ તથા પો.હેડ.કોન્સ. હરદેવસિંહ જીલુભા તથા મહીપતસિંહ હેમતસિંહ તથા પો.કોન્સ ભરતસિંહ હમીરભા તથા ગોપાલભાઇ તથા લીંબડી પો.સ્ટે. ના રાઇટર એ.એસ.આઇ. બાબુલાલ તથા પો.હેડ. કોન્સ દશરથસિંહ લાલજીભા તથા ચંદુભાઇ પ્રભુભાઇ તથા પો.કોન્સ. હરદીપસિંહ સહદેવસિંહ તથા ગૌતમસિંહ દશરથસિંહએ કરી હતી.

(4:22 pm IST)