Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

૨૬મી જાન્યુઆરી પર્વની પૂર્વ સંધ્યાએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કન્યા અને કુમાર વિ્દ્યાલય દ્રોણેશ્વર ખાતે આજાદી પર્વ નિદર્શન-ગ્રાન્ડ રિહર્સલ

ઉના તા.૨૫  ૨૬મી જાન્યુઆરી ૭૧ મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ SGVP  ગુરુકુલ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કન્યા અને કુમાર વિદ્યાલય દ્રોણેશ્વર ખાતે ગુરુકુલ સંકુલના વિશાલ ગ્રાઉન્ડમાં  શાળાના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ ધ્વજ સાથે દેશભકિતના ગીતો, નૃત્યો અને પરેડ નિદર્શન સાથે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું.

ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષી અને  શિક્ષકોના માર્ગદર્શન નીચે  ક્રિકેટ ગ્રાઉન્ડમાં आजादी अमर रहो ના  અક્ષરો ઉપર યોગ મુદ્રામાં બેસી ત્રિરંગા ધ્વજને સલામી આપી હતી.

(1:00 pm IST)