Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સુરેન્દ્રનગર ખાતે ઇઝ ઓફ લિવિંગ વર્કશોપ સંપન્ન

સુરેન્દ્રનગર,તા.૨૪: ગુજરાત રાજય કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના રંભાબેન ટાઉન હોલ ખાતે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છ જિલ્લાના સંયુકત ઉપક્રમે 'ઇઝ ઓફ લિવિંગ'તાલીમ અને કાર્ય શાળા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ વર્કશોપમાં ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશ્નરશ્રી કુ. ભાર્ગવીબેન દવેએ રાજય સરકારની વિવિધ યોજનાઓના મોનીટરીંગ માટે ઇઝ ઓફ લિવિંગની પૂર્વભૂમિકા, ઇઝ ઓફ લિવિંગ અને SDG નું આંતરિક જોડાણ, SECC-૨૦૧૧ ના DATA મુજબ આપોઆપ થતા કુટુંબો તેમજ વંચિતોની યાદીમાં સમાવિષ્ટ થતા કુટુંબોનો સર્વે, SBM-G સોશીયલ ઓડિટ અંગેની સમજણ અને ઇઝ ઓફ લિવિંગઙ્ગ મોબાઈલ એપની સમજ આપી ઉપસ્થિત કર્મચારીઓ સાથે પ્રશ્નોતરી થકી મોબાઈલ એપની વિશેષ સમજણ પૂરી પાડી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લાના નિયામક શૈલેષભાઈ શાહે સ્વાગત કરેલ.ગ્રામ વિકાસઙ્ગ સંયુકત નિયામક હિતેન ભાઈ પારેખે PPT ના માધ્યમ થી ઇઝ ઓફ લિવિંગ વર્કશોપ ની માહિતી -ઙ્ગ માર્ગદર્શન અને પૂર્વભૂમિકા અંગે ઉપસ્થિત તમામ ને માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ રાજયગુરુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુર્યવંશી, સબંધિત જિલ્લાના નિયામકશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:03 pm IST)