Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

તળાજા તલાટી યુનિયન લાલધૂમઃ સામૂહિક બદલીની માંગ

 ભાવનગર,તા.૨૪:તળાજા તાલુકા પંચાયતમાં ટીડીઓ એ બોલાવેલ મીટીંગ નો બહિષ્કાર કરી હાજર તમામ તાલટી કમ મંત્રીઓ બેઠક છોડી જતા રહ્યા હતા. ટીડીઓ ના સોસીયલ મીડિયા ગ્રુપમાં પણ એકપછી એક મંત્રીઓ લેફ્ટ થતા ગયા હતા.જેને લઈ ચકચાર જાગી હતી. બેઠક છોડી ગયેલા તલાટી મંત્રી ના અધ્યક્ષ સહિતના પચીસેક મંત્રીઓ ડીડીઓ ના દરબાર માં પહોંચી ગયા હતા.ને તાલુકા વિકાસ અધિકારી ની કામલેવાની પદ્ઘતિ, ફરિયાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ને કરી હતી. ઘટનાના પગલે ટીડીઓ એ જણાવ્યું હતુંકે હું કાયદેસરની જ કામગીરી કરું છું.મને કોઈએ મારા વર્તન અને પધ્ધતિ ની ફરિયાદ કરી નથી.

અમે હવે તળાજા તાલુકા વિકાસ અધિકારીની કામ લેવાની પદ્ઘતિ લઈ કંટાળી ગયા છીએ. ચાર ચાર માસથી અમો માનસિક રીતેથાકી ગયા છીએ. આ શબ્દો મોબાઈલ પર જણાવ્યા હતા તળાજા તાલુકા તલાટી કમ મંત્રીના અધ્યક્ષ કપિલભાઈ બારૈયા એ જણાવ્યું હતુંકે રોજિંદી ઘટના બની ગઈ હતી.આજે મીટીંગમાં પણ એવુંજ થયુ. આથી હાજર તમામ તલાટી ઓ મીટીંગ છોડી નીકળી ગયા હતા.જેમાં પચીસેક તલાટીઓ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. નાયબ ડીડીઓ ગમારા અને મકવાણા બન્ને મળ્યા હતા.તેમને આપવીતી જણાવી હતી.સોમવારે ફરીને ડીડીઓ ને રજુઆત કરવા આવીશું.

યુનિયન પ્રમુખ કપિલભાઈ બારૈયા એ જણાવ્યું હતુંકે અમારી માંગણી છેકે અમારી સૌની સામુહિક બદલી કરી નાખવામાં આવે. અમારે આ ટીડીઓ ની અંદર કામ નથી કરવું. બદલી નહિ કરવામાં આવેતો અમો સામુહિક રીતે સી.એલ પર જતાં રહીશું.પણ હવે સહન નથી થતું. એવોપણ આરોપ મૂકયો હતોકે માત્ર તલાટી મંત્રી ઓજ નહિ કચેરીનો સ્ટાફ,ગામડાના સરપંચ સાથે પણ  બરાબર નથી.તેમના પણ નિવેદન લેવામાં આવે.

ટીડીઓ સુરુભા જાડેજા એ જણાવ્યું હતુંકે મારી પાસે કોઈ મારા વર્તન ની ફરિયાદ લઈ ને નથી આવ્યું. હું નિયમાનુસાર જ કામ લઉં છું. યોગ્ય સમયે કામ ન થાયતો નોટિસ આપવી પડે જે કાયદેસર હોય છે.આજ ની ઘટના અંગે જિલ્લા વિકાસ અધિકારી ને વાકેફ કરવામાં આવ્યા છે. તેમ છતાંય ઉપરી અધિકારી ની સૂચના મુજબ કામ કરીશ તેમ ટીડીઓ એ જણાવ્યું હતું

તળાજા તલાટી કમ મંત્રી સંગઠન ના અધ્યક્ષ કપિલભાઈ બારૈયા એ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતુંકે ગામડાઓમાં દારૂનું દુષણ હોય મહિલા તલાટી ઓ સાંજ ના સાડા પાંચેક વાગ્યા આસપાસ નીકળી જાય છે.કારણકે કોઈ અઘટિત ઘટના ન બને. તલાટી બહેનો ની સલામતી રહે.તેની સામે ફરજીયાત ૬:૧૫ સુધી હાજર રહેવાની ફરજ પાડે છે. જે યોગ્ય નથી. એ ઉપરાંત અમુક તલાટી રાજીનામુ ધરી દેવા ત્યાર છે.

(12:02 pm IST)