Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સુરેન્દ્રનગર ખાતે ટેકનોલોજી અવકાશીય જ્ઞાન માટે ઇસરો એકઝીબીશનનો પ્રારંભ

સુરેન્દ્રનગર,તા.૨૪: ભારતના મૂર્ધન્ય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી નિમિત્ત્।ે સુરેન્દ્રનગર જિલ્લાના આનંદ ભવન ખાતે તા.૨૫ જાન્યુઆરી-૨૦૨૦ સુધી પ્રથમવાર ત્રિદિવસિય  ઈસરો એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ, સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ તથા ધારાસભ્યશ્રી ધનજીભાઈના સહયોગથી ઈસરો અમદાવાદ દ્વારા સુરેન્દ્રનગર ખાતે પ્રથમવાર યોજાયેલ આ ત્રિ-દિવસીય ઈસરો એકઝીબિશનમાં સેટેલાઈટ લોન્ચ રોકેટના મોડેલ- PSLV & GSLV, પૃથ્વીની આસપાસ ફરતા સેટેલાઈટનું ઓર્બિટ મોડેલ, ચંદ્રયાન, મંગળ મિશન, ઉપગ્રહ અને તેમની એપ્લીકેશન, SAC – ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો સાથે સંવાદ, વોટર બુસ્ટર રોકેટ લોન્ચિંગ ્રૂ અવકાશયાત્રી સેલ્ફી પોઈન્ટ તથા દરરોજ સાંજે ૭-૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધી ટેલીસ્કોપથી આકાશદર્શન તેમજ જિલ્લાના દરેક તાલુકા મથકે સ્પેસ ઓન વ્હીલ વાન – પ્રદર્શન કેમ્પો તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ( ડાયેટ ), સુરેન્દ્રનગર ગુજરાત રાજય આપત્ત્િ। વ્યવસ્થાપન સત્ત્।ા મંડળ દ્વારા આપત્ત્િ। જોખમ વ્યવસ્થાપન (આગ કેવી રીતે લાગી શકે અને આગ બુઝાવવાની રીત) કાર્યક્રમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, સુરેન્દ્રનગર દ્વારા આફત સામેની પૂર્વ તૈયારી, ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા ગરવી ગુર્જરી એમ્પોરીયમ તથા સી.યુ.શાહ યુનિવર્સિટી દ્વારા સોલર કાર, એન્જીયરીંગ ઓફ ટેકનોલોજી, સોલર ગ્લાસ કટર, કમ્યુટર એડેડ કસ્ટમ એન્ટ ડ્રેશ મેકિંગ સાયન્સ મોડેલ ડિસપ્લેય, ઓટો મોબાઈલ એન્જીયરીંગ, મેજીક મિરર, ડો. હોમીભાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સુરેન્દ્રનગર દ્વારા સાયન્સ વર્કિગ મોડેલ પ્રદર્શન, NCC દ્વારા ગુજરાત નેવલ યુનિટ તેમજ ઓટલેરી યુનિટ ધ્રાંગધ્રાએ ૧૩૦”mm કાર ટેન્ક સહિત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની ડોકયુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ ઈસરો એકિઝબિશનમાં સતત ત્રણ દિવસ સુધી જિલ્લાની અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓ આ ઈસરો એકિઝબિશનનું પ્રદર્શન નિહાળવા માટે આવશે તેમજ શહેરીજનો પણ ૨૫ મી જાન્યુઆરી સુધી વિનામૂલ્યે આ એકઝીબિશનને નિહાળવાનો લ્હાવો  લઈ શકશે.

એકિઝબિશન કાર્યક્રમ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ, સાયન્ટીસ  એન્જીનીયરશ્રી વિપુલકુમાર પુરોહિત, ગ્રુપ ડાયરેકટરશ્રી ચિરાગભાઈ દિવાન તથા તેમની ટીમ સહિત વિવિધ મહાનુભાવો સહિત જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

(12:03 pm IST)