Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આદિત્યાણામાં ૨૭ હજારના ઈંગ્લીશ દારૂ સાથે ૨ શખ્સોને પકડી પાડતી એલસીબી

 રાણાવાવના આદિત્યાણામાં પોરબંદર એલસીબીએ ૨૭ હજારના ઈંગ્લીશ દારૂ સાથે ર શખ્સોને પકડી પાડ્યા હતા.

રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવા માટે જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી   મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ ર્ં ની સુચના મુજબ  એલ સી બી પી.આઇ  એમ.એન.દવે તથા પીએસઆઇ  એચ.એન.ચુડાસાર્માં એલસીબી સ્ટાફ સાથે રાણાવાવ તાલુકાના આદીત્યાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી આધારે  ભુરા ઉર્ફે ભુપત નાથા મોરી રહે. માલદેવાળી સીમ હાલ શોરચીંગા પાસે વાળાની વાડીમા રેઇડ કરતા   (ઇગ્લીશ દારૂ)  બોટલ નંગ-૭૨, કિ.રૂ. ૨૭,૦૦૦/- તથા મોટર સાયકલ સ્પ્લેન્ડર -૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથ મો.ફોન -૧ કિ.રૂ. ૧૦૦૦/-  મળી કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા જે કબ્જે કરી રેઇડ દરમ્યાન પકડાય જનાર આરોપી (૧) ભુરા ઉર્ફે ભુપત નાથા મોરી રહે. માલદેવાળી સીમ હાલ શોરચીંગા પાસે વાડી વિસ્તાર તા.રાણવાવ તેમજ દારૂનો જથ્થો મુકી જનાર સ્પ્લેન્ડરવાળા(૨) બાલુ વેજા કોડીયાતર રહે. વીડીનો નેશ તા. રાણાવાવ વાળા બન્ને ઇસમો વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનનો અંગે ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

આ કામગીરીમાં રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, રવિભાઈ ચાઉ, કિશનભાઇ ગોરાણીયા, સમીરભાઇ જુનેજા, કાનાભાઇ ઓડેદરા, રણજીતસિહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે જોડાયેલા હતા.

(11:59 am IST)