Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગીરસોમનાથ જિલ્લા કક્ષાના કલામહાકુંભના ૯૦૦ કલાકારોએ કલાના ઓજસ પાથર્યા

પ્રભાસ પાટણ,તા .૨૪:ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસ વેરાવળની સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઇ હતી.

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓઙ્ગ વિભાગ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં લોકગીતઙ્ગ,સમુહ જ્ઞાનઙ્ગ,વિવિધ સંગીતના વાદનઙ્ગ,વ્યકિતગત અભિનય સહિત વિવિધ કલા બાળકોઙ્ગ,યુવાઓ અને સૌ કોઈ રજૂ કરી શકે તે માટે તેમને મંચ મળે અને પ્રોત્સાહન મળે તે હેતુ એ આવી સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે .

આ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ શાળા કોલેજ તેમજ ઓપન એન્ટ્રી મળી કુલ ૯૦૦થી વધુ સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા હતા. અને પરંપરાગત લોક સાહિત્યની શૈલી માં પણ તેઓએ તેમની કલા રજૂ કરી હતી.

(11:56 am IST)