Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગોંડલમાં જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૦મી જન્મજયંતિની ભકિતભાવ સાથે ઉજવણી

ગોંડલ,તા.૨૪:પોષ વદ સાતમના રોજ જગતગુરુ ૧૦૦૮સ્વામી શ્રી રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી, શ્રી રામાનંદી સાધુ સમાજ, ગોંડલ અને કોટડા સા. તાલુકા મન્ડળ દ્વારા રાંદલ માતાજીના મંદિર, ગોંડલ ખાતે ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવી હતી. પ્રાતઃ કાળે પૂજય જગતગુરુની પૂજન, અર્ચના, સ્તુતિ વન્દના કરવામાં આવેલ. આ પ્રસંગે સાધુ, સન્તો, મહન્તો ઉપસ્થિત રહેલ અને જગતગુરુએ હિન્દૂ ધર્મને આજથી ૭૨૦ વર્ષ પહેલા પ્રસ્થાપિત કરવામાં અને ભારત વર્ષમાં ભ્રમણ કરીને, ગામડે ગામડે અને શહેરોમાં શ્રી રામજી મંદિરોનું નિર્માણ કરી, શ્રી સંપ્રદાય સ્થાપી, મૂર્તિ પૂજા કરવા રામાનંદી સાધુના ૫૨ દ્વારા, ચાર આચાર્યોએ દ્વારા સમાજને સાચા અને સનાતન ધર્મનો ઉપદેશ આપી, નાત જાતના ભેદભાવ વગર, સમાજને એક કરવાનું ભસગીરથ કાર્ય કરેલ, ત્યારથી આજદિન સુધી, રામાનંદી સાધુ સમાજ હિન્દૂ, સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસારનું કાર્ય કરી, સમાજમાં ધર્મની ધજા કાયમ ફરકે તેવા પ્રયાસો કરે છે.

આવા હિન્દૂ ધર્મ ઉદ્ઘારક, આર્ષદ્રષ્ટા,રામાનંદ સ્વયં રામઃપ્રાદુર્ભૂતો મહીતલે... રામાનંદાચાર્યજીની જયંતી ઉજવાયેલ. તેમાં સન્ત શ્રી ત્રિભોવનદાસબાપુ કુબાવત (સતાપર ),ગોરધનદાસબાપુ નિરંજની,બાળકદાસબાપુ રામાવત, નરેન્દ્રબાપુ લશ્કરી, અન્ય સન્તો, રામાનંદી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, યુનાનો, બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે વિદ્યાર્થી સરસ્વતી કાર્યક્રમમાં એલ કે જી થી કોલેજ, ડિગ્રી કોર્સના વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, બાળકોને પ્રોત્સાહન ઇનામો આપેલ. આ પ્રસંગે ગોંડલના પૂ. ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના હોદેદાર,રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ ના પીઆઇ રામાનુજ સાહેબ, એન એમ. અગ્રાવત (વકીલ )ડો. જીગ્નેશભાઈ અગ્રાવત, ડો, ગૌતમભાઈ અગ્રાવત, મનસુખભાઇ અગ્રાવત, ગાયત્રી પરિવારના ચંદુભાઈ પટેલ, ચંદારાણા સાહેબ, એશિયાટિક કોલેજના પ્રિ. ગોપાલભાઈ ભુવા, વિનુભાઈ અગ્રાવત (બિલ્ડર ) વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ.ઙ્ગ

રામાનંદી સાધુ સમાજની નવી બોડીની રચના આ પ્રસંગે કરવામાં આવતા, પ્રમુખ, બિપીનભાઈ નિમાવત, ઉપાધ્યક્ષ, હિતેષભાઇ નિરંજની, ઉપપ્રમુખ, પ્રભુદાસભાઇ કિલજી, ઉપપ્રમુખ, વિનોદરાય બી. અગ્રાવત, મંત્રી, હિરેનભાઈ દેવમુરારી, સહ મં. હિતેષભાઇ નૈનુજી, સં. મં. રસિકભાઈ અગ્રાવત (માસ્તર ), કીશોરભાઈ દેવમુરારી, લી. એડ. સમીરભાઈ અગ્રાવત, સલાહકાર, તરુણભાઇ નિરંજની, ઓડિટર, મનસુખભાઇ અગ્રાવત, વિદ્યાર્થી સમિતિ, સાગરભાઈ અગ્રાવત, વ્ય. વસન્તભાઈ લશ્કરી, જીતુભાઇ નિમાવત, તેમજ કારોબારી સમિતિની સર્વાનુમતે રચના કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સઁચાલન એમ. એ. દેવમુરારીએ કરેલ હતું.

(11:52 am IST)