Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઠંડીમાં ઘટાડો : ગિરનાર ૬.૪, નલીયા ૭.૪ ડિગ્રી

રાજકોટમાં ૧૧ ડિગ્રી : લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા મોડી રાત્રીના અને વહેલી સવારે માત્ર ઠંડકનો ચમકારો

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જોકે આજે માત્ર ગિરનાર ઉપર ૬.૪ ડિગ્રી, નલીયા ૭.૪ ડિગ્રી, રાજકોટ ૧૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય છે.

જુનાગઢ

જુનાગઢ : આજે ઠંડીમાં ફરી વધારો થતાં જૂનાગઢના ગિરનાર પર્વતનું તાપમાન ઘટીને ૬.૪ ડિગ્રી નોંધાયું છે.

ગઇકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયા બાદ આજે પારો બે ડિગ્રી ગગડીને ૧૧.૪ ડિગ્રીએ સ્થિર થતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

ગિરનાર પર્વતીય વિસ્તારમાં પણ તાપમાન ગગડીને ૬.૪ ડિગ્રી નોંધાયું છે. જેને લઇ તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. આગામી બે દિવસ હજુ ઠંડી વધવાની શકયતા પ્રવર્તે છે.  આજની ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા રહેલ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૮ કિમીની નોંધાઇ હતી.

જામનગર

જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૨૪.૫, લઘુત્તમ ૧૨.૫, ભેજ ૬૭%, પવનની ઝડપ ૮.૨ કિમી છે.

સૌરાષ્ટ્ર - કચ્છમાં કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત

૬.૪ ડિગ્રી

નલીયા

૭.૪ ,,

ડીસા

૭.૭ ,,

જુનાગઢ

૧૧.૪ ,,

કેશોદ

૧૧.૬ ,,

જામનગર

૧૨.૫ ,,

અમરેલી

૧૧.૦ ,,

સુરેન્દ્રનગર

૧૨.૫ ,,

ગાંધીનગર

૧૨.૦ ,,

દિવ

૧૬.૦ ,,

(11:34 am IST)