Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

જામનગરમાં વાહનચાલકોને અકસ્માતનું બહાનું બતાવી માર મારીને લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઇ : 30 લૂંટનો ભેદ ઉકેલતી જામનગર એલસીબી

જામનગર : શહેરના વિક્ટોરિયાપુલ, ગુલાબનગર,તળાવની પાળ ,નુરી ચોકડી,ઠેબા ચોકડી,ભીમવાસ, અંબર ચોકડી,મહાપ્રભુજીની બેઠક, દરેડ,જીઆઇડીસી,લાલપુર બાયપાસ ચોકડી સહિતના અલગ અલગ જગ્યાએ રોડ પર પસાર થતા વાહનચાલકો સાથે વાહન અકસ્માત થયેલનું ખોટું બહાનું બનાવી તે વાહન ચાલકો પાસેથી રોકડની લૂંટ ચલાવતા હોવાના બનાવો બનતા પોલીસ અધિક્ષક શરદ સિંધલના માર્ગદર્શન મુજબ એલસીબી અને અલગ અલગ જગ્યાએ વોચ પેટ્રોલિંગ રાખવા સૂચના કરી આવા ગુન્હા શોધી કાઢવા સૂચના આપેલ હોય એલસીબીના પોલીસ ઇન્સ, કે,કે,ગોહિલ તથા પો,સબ,ઇન્સ, આર,બી,ગોજીયાને સૂચના કરેલ હતી

 એલસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સટફના વનરાજભાઈ મકવાણા અને ફિરોજભાઈ દલ ,ખીમાભાઇ ભોચીયાને બાતમી મળેલ કે ત્રણ શખ્શો સિલ્વર કલરની બાઈકસાથે મામાપીરના મંદિરે ઉભા છે પોલીસ ટર્નીને પકડીને તેના કબ્જામાં એક્સેસ અને લૂંટ કરેલ રોકડ રકમ 10 હજાર મોબાલ વગેરે કબ્જે લઈને અટકાયત કરી હતી

 ઝડપાયેલ મનહરસિંહ ઉર્ફે ભીખો જાડેજા (રહે, ધરારનગર મારુતિનગર જામનગર, અહેમદ સતાર પીંજારા ( રહે,ધરારનગર મારુતિનગર જામનગર,અને અનવર સતાર અબ્બાસ જુનેજા ભળેલા ( રહે ધરારનગર -1, સલીમ બાપુના મદ્રેસા નજીક જામનગર ) ની પૂછપરછમાં આરોપીઓએ 30 જેટલી લૂંટની કબૂલાત આપી હતી

(11:35 pm IST)