Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ગોંડલની મારામારીના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીને એલ.સી.બી.એ ઝડપી લીધા

રાજકોટ, તા. રરઃ ગોંડલ શહેરમાં સાત મહિના પહેલા મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડેલા અમદાવાદના બે શખ્સો ને એલસીબી પોલીસે વોરાકોટડા રોડ પરથી ઝડપી લીધા હતા.
પ્રા વિગતો મુજબ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા મુઝફૂફરઅલી મોહમ્મદ રફીક શેખ તેમજ અહેમદ રજાક મહેમુદ હુસેન મનીયાર નામના બે શખ્સોએ ગોંડલ શહેરમાં ગત ૧૭ એપ્રિલના મારામારી કરી હોય તે અંગે ગોંડલ સિટી પોલીસ મથકમાં ૩૨૬ ૩૨૪ મુજબ ગુનો નોંધાયો હોય ઉંપરોક્ત બંને આરોપીઓ છેલ્લા સાત માસથી નાસતા ફરતા હોય અને ફરી પાછા શહેરના વોરાકોટડા રોડ ઉંપર આવી ચડતા એલસીબીને જાણ થતા પીઆઇ ગોહિલ, પીએસઆઇ રાણા, હેડ કોસ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, મહિપાલ સિંહ જાડેજા, પ્રહલાદ સિંહ રાઠોડ, સહિતના પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

(2:20 pm IST)