Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

મોરબીની નટરાજ ફાટક નજીક આખલાનું યુદ્ધ જામ્યું, રાહદારીઓના જીવ પડીકે બંધાયા.

મોરબી શહેરમાં એક તરફ પાલિકા તંત્ર રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલતી હોવાના દાવા કરી રહ્યું છે ત્યારે બીજી તરફ આખલા યુધ્ધના દ્રશ્યો અનેક વિસ્તારમાં છાશવારે જોવા મળે છે જેમાં આજે નટરાજ ફાટક પાસે આખલાની લડાઈ જામી હતી
મોરબી શહેરમાં વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળે છે તેમાં પણ આખલાની લડાઈ જામતી હોય છે આજે નટરાજ ફાટક પાસે બે આખલાની લડાઈ જામી હતી જેથી થોડીવાર માટે સમગ્ર વિસ્તારને આખલાઓએ બાનમાં લીધો હતો અને રાહદારીઓ તેમજ વાહનચાલકોના જીવ પડીકે બંધાયા હતા.

(1:37 pm IST)