Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

જેતપુરના નવાગઢના મુસ્લિમ શખ્સે વડાપ્રધાનને ગોળી મારવાની ધમકી આપતા રાષ્ટ્રદ્રોહનો ગુન્હો નોધવા આવેદન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩ : શહેરના નવાગઢમાં રહેતો મુસ્લીમ શખ્સ જાવિદ ભીખુભાઇ કુરેશીઍ રાષ્ટ્રને હિન્દુઓને ધારાસભ્ય ગંદી ગાળો આપી હોય તેમજ વડાપ્રધાનને ગોળીમારી દેવાની ધમકી આપતો હોવાનો ઓડીયો વાયરલ થતી તેના મોબાઇલમાં વાત કરનાર નટુભાઇ બુટાણીઍ શહેર પોલીસમાં આ અંગેની ફરીયાદ નોîધાવતા પોલીસે જાવિદ વિરૂધ્ધ પી.આઇ.સી. ર૯પઍ, પ૦૪, પ૦૬ (ર) મુજબ ફરીયાદ નોîધેલ.

પરંતુ આ બનાવમાં આ શખ્સે હિન્દુઓ ઉપરાંત રાષ્ટ્રને પણ ગાળો આપી હોય તેના વિરૂધ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુન્હો પણ ઉમેરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, ભાજપ, દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં સરદાર ચોક ખાતે બહોળી સંખ્યામાં ઍકત્રીત થઇ નારાઓ સાથે મામલતદાર, ઍ.ઍસ.પી.ને ઍક આવેદન પત્ર પાઠવેલ જેમાં આ શખ્સ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરેલ રેલીમાં નિલેષભાઇ જાષી, જગદીશભાઇ પાંભર, રમેશભાઇ જાગી, રામટેકરીના ખેડુત ધમભા બસીયા, કનુભાઇ બાલુ સહિતના જાડાયા હતા.

(1:02 pm IST)