Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

અમરેલીનાં ખડખડમાં ચૂંટણીમાં જીત્યા બાદ ફટાકડા ફોડવા મુદ્ે ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૩ :.. દામનગરના ભાલવાવ ગામે વિજેતા સરપંચની મિત્રની કાર ઉપર હુમલાના બનાવ બાદ વડીયા તાબાના ખડખડ ગામે મુકેશભાઇ ગોબરભાઇ ભેસાણીયા (ઉ.વ.૪ર) ના પત્ની વનીતાબેન આરોપીના બા ગીતાબેન મંગળુભાઇ વાળા સામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે જીતી જતા આરોપીઓને સારૂ નહિ લાગતા ભાભલુભાઇએ ફટાકડા ફોડવાના બહાને ભીખુભાઇને ગાળો બોલી દિગ્વિજય વાળાએ લાફો મારેલ અને તખુભાઇએ મુકેશભાઇ ભેસાણીયાને ગાળો બોલી ધમકી આપ્યાની વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

લાઠી તાલુકાના ભુરખીયા નજીક મહુવાના આસરાણા ગામના ધીરૂભાઇ ઉર્ફે ઘોહાભાઇ છગનભાઇ ગોહીલ પોતાનું બાઇક જીજે-૧૪ એએન ૬૧૩૩ લઇને જતા હતાં. ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકને હડફેટે લઇ ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાસી ગયાની જમાઇ વિનુભાઇ પરસોતમભાઇ ચૌહાણ રહે. ગળકોટડી તા. બાબરાવાળાએ લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

માર માર્યો

બાબરા તાલુકાના વાંડળીયા ગામે રહેતા રોહીતભાઇ જીવણભાઇ પરમાર (ઉ.વ.૩૧) તથા તેના મમ્મીને સામાવાળા સાથે સંયુકત મીટરમાંથી લાઇટનું કનેકશન બંધ કરવા પ્રશ્ને બોલાચાલી થતા ઉમેશ કેશાભાઇ, ભરત કેશાભાઇ પરમારે ઢીકાપાટુનો માર માર્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે ઉમેશભાઇ કેસરભાઇ પરમાર રહે. વાંડળીયાએ સામાવાળાને રસ્તામાં પાણી નહિં ઢોળવાનું કહેતા સારૂ નહિં લાગતા રોહીત જીવણભાઇ, હંસાબેન જીવણભાઇ, રોજીબેન રોહીતભાઇ પરમારે ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:50 pm IST)