Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

જસદણમાં કન્ઝયુમર પ્રોટેકશન એકટ અનુસંધાને શિબિર યોજાઇ

માહિતી અને માર્ગદર્શન જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ જે પ્રજાપતી

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૨૩: જસદણ શહેર ખાતે કન્ઝયુમર પ્રોટેકશન એકટ ૨૦૧૯ના અનુસંધાને રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળના ચેરમેન શ્રી ઉત્ત્।કર્ષ ટી. દેસાઈ તેમજ પૂર્ણકાલીન સચિવ (અધિક સિનિયર સિવિલ જજ અને એડી ચીફ જયુડી મેજિસ્ટ્રેટ ) એચ.વી. જોટાણીયા સાહેબના માર્ગદર્શન નીચે જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્ત્।ા મંડળના ચેરમેન પી.એન. નવીન સાહેબ તથા એડી.સિવિલ જજ અને ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એસ.જાની  તેમજ સેક્રેટરી રાયજાદા સાહેબના સહયોગથી જસદણ ખાતે આવેલ જ્ઞાનદીપ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીગણને કન્ઝયુમર પ્રોટેકશન એકટ-૨૦૧૯ના અનુસંધાને ગ્રાહકો બી.આઈ.એસ.સ્ટાન્ડડ ર્મુજબની વસ્તુની જ ખરીદી કરે તે અંગે માહિતી અને માર્ગદર્શન જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ જે પ્રજાપતી દ્વારા આપવામાં આવેલ.

(11:23 am IST)