Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

સરધારમાં ભાજપના જુથવાદ વચ્ચે પાણ સમર્થિત પેનલનો 'ચેતનવંતો' વિજય

પુનઃ એકબાર જીત મીલી હૈ, જનતા સે બહોત પ્રિત મીલી હૈ : મધરાતે પરિણામ જાહેરઃ પીન્ટુ ઢાંકેચા ફરી સરપંચઃ હરીફ પેનલના માત્ર ૩ સભ્યો ચૂંટાયા

રાજકોટ તાલુકાના મોટા ગામો પૈકીના એક સરધારમાં ભાજપના ચેતન પાણ પ્રેરિત પેનલનો વિજય થતા પીન્ટુ ઢાંકેચા અને અન્યએ ખુશી વ્યકત કરેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ૨૨ :. તાલુકાના મોટા ગામોની દ્રષ્ટિએ મોખરાની હરોળના સરધારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ ગઈકાલે મધરાતે જાહેર થયુ છે. ભાજપના જુથવાદ વચ્ચે તાલુકા પંચાયતના કારોબારી સભ્ય ચેતન પાણ પ્રેરિત પેનલના ૯ સભ્યો અને સરપંચ પદના ઉમેદવાર પીન્ટુ ઢાંકેચાનો વિજય થયો છે. વિજેતા જુથ જેને હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાંકેચા પ્રેરિત પેનલ ગણાવે છે તે પેનલના ૩ સભ્યોની જીત થઈ છે. પીન્ટુ ઢાંકેચા ફરી સરપંચ બન્યા છે.

સરપંચ પદના હરીફ ઉમેદવાર ધર્મેશ ગોરધનભાઈ ઢાંકેચા સામે પાણ પ્રેરિત પેનલના પીન્ટુ લવજીભાઈ ઢાંકેચા ૪૭૯ મતે વિજેતા થયા છે.

ગ્રામ પંચાયતના વિજેતા સભ્યોના નામ નીચે મુજબ છે.

૧ - વહીદાબેન જુણેજા

૨ - વિશાલ સાંકડેચા

૩ - આર.વી. વડાલિયા

૪ - ભારતીબેન રૂપારેલિયા

૫ - રઘુવીરસિંહ જાડેજા

૬ - વિમલ કાશીપરા

૭ - કૃપાલીબેન સાયજા

૮ - ભારતીબેન ઢાંકેચા

૯ - જયાબેન વસોયા

૧૦ - પારસ કે. ખૂંટ

૧૧ - શોભનાબેન ગોહેલ

૧૨ - જેસીંગભાઈ મકવાણા 

(11:45 am IST)