Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જુનાગઢ જીલ્લાના દારૂના ગુન્હામાં એક વર્ષથી ફરાર પંજાબી શખ્સ ઝડપાઇ ગયો

જુનાગઢ, તા., ૨૩: જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા. પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ્ટાફના માણસો પ્રયત્નશીલ હોય તેમજ વંથલી પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હાની તપાસ અર્થે એએસપી વિશાખા ડબરાલ સાથે પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ્ટાફના પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ. દેવશીભાઇ નંદાણીયા, દિનેશભાઇ કરંગીયા, ભરતભાઇ સોનારા સાથે ટીમ બનાવી રાજસ્થાન, પંજાબ, હરીયાણા ખાતે ડીસ્ટલરીઝની તપાસમાં તેમજ પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની તપાસમાં રવાના થયેલ.

જેમાં (૧) કેશોદ પો.સ્ટે.પ્રોહી. એકટ કલમ-૬પ (એ) (ઇ) ૧૧૬ (બી) ૯૮ (ર) ૮૧ તથા (ર) વંથલી પો.સ્ટે.પ્રોહી. એકટ કલમ ૬પ (એ) (ઇ) ૧૧૬ (બી) ૯૮ (ર) ૮૧ મુજબના કામના નાસતા ફરતા આરોપી બગીચાસીંગ મોતાસીંગ નિરંજનસીંગ શીખ (સરદારજી) જાટ સંધુ રહે. કલુવાડા તા.ઝીરા, જી.ફિરોઝાબાદ, પંજાબવાળાની તપાસમાં ફીરોઝાબાદ ગયેલ તે દરમ્યાન ઉકત આરોપી હાલ હિંમતનગર, સાબરદાણ ફેકટરી પાસે, હાજીપુર જી. સાબરકાંઠા ખાતે હોવાની બાતમી મળતા એલસીબી સાબરકાંઠાને ઉકત હકીકતની જાણ કરતા પો.ઇન્સ. જે.પી.રાવ દ્વારા ઉકત આરોપીઓને પકડી સી.આર.પી.સી. ક. ૪૧ (૧) આઇ મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ. જે આરોપીને હાલ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ ખાતે લાવવામાં આવેલ છે.

(12:36 pm IST)