Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ઘાંટવડના ૪ શખ્સો દ્વારા ૧૭ ચોરીની કબૂલાત

માણાવદરના સરદારગઢ, વેળવા, સણોસરા, ધોરાજી, કુવાડવાના મધરવાડા, ગોંડલ, વિરપુર, ચરખડી, દેવકી ગાલોળના ગુન્હાનો ભેદ ઉકેલતી જુનાગઢ પોલીસ

જુનાગઢ, તા. ર૩ :  ગઇ તા. ૧૦-૧ર-ર૦ર૦ ના માણાવદર તાબેના સણોસરા ગામના વાડી વિસ્તારમાં માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦ ૩૭ર૦૦૭૪૬ /ર૦ર૦ ઇ.પી.કો.ક.૪પ૪, ૩૮૦ વિ. મુજબ ગુન્હો રજી. થયેલ. જે ગુન્હાના કામે વિજીટ કરી આજુબાજુ વાળા વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરવામાં આવેલ તેમજ ખાનગી બાતમીદારો દ્વારા હકિકત મેળવી અને ટેકનિકલ સેલના માધ્યમથી ગુન્હો શોધી કાઢવા પો.ઇન્સ. એચ.આઇ.ભાટી ટેકનિકલ સેલના વા. પો. સ.ઇ. ડી.એમ. જલુ તથા પો. હેડ કોન્સ. વી.કે. ચાવડા, એસ.એ. બેલીમ તથા પો. કો. સાહિલભાઇ સમા ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દિપકભાઇ બડવા, દેવશીભાઇ નંદાણીયા, દિનેશભાઇ જગમાલભાઇ, ભરતભાઇ ભીખુભાઇ ઓડેદરા, દિવ્યેશ ડાભી, જયદિપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી એ રીતેના ગુન્હો શોધી કાઢવા સારૂ સતત પ્રયત્નશીલ હતા.

હકિકત મળેલ કે, જુનાગઢ, ઝાંઝરડા, બાયપાસ ચોકડી, ગેસ પંપની બાજુમાં જલારામ મંદિર પાસેના ગ્રાઉન્ડમાં ઉપરોકત ગુન્હાની ચોરી કરનાર કુલ ચાર ઇસમો મેલા જેવા શર્ટ તથા પેન્ટ પહેરી માલ-સામાન સાથે ઉભા હોય તેવી ચોકકસ હકિકત મળતા તુરત તપાસ કરતા જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવતા ખીસ્સામાંથી સોના-ચાંદીના દાગીના પીળી ધાતુના મળી આવેલ તથા રોકડ તથા મોબાઇલ મળી આવેલ હોય અને આ પીળી ધાતુના દાગીના બાબતે ચારેય ઇસમોની પુછપરછ કરતા આજથી દસેક દિવસ પહેલા માણાવદરના સણોસરા ગામની સીમ વિસ્તારમાં ઓરડીમાંથી રોકડા રૂ. ૩૦,૦૦૦ તથા ચાંદીના સળા બે, ચાંદીની માળા ચોરી કરેલાની હકિકત જણાવેલ. તેમજ અન્ય જગ્યાએથી ચોરી કરેલાની કબુલાત આપલ છે.

જેમાં (૧) આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ જાતે મારવાડી ઉ.ર૪ રહે. ઘાંટવડ, ખોડીયાર મંદિર પાસે, બસ સ્ટેશન નજીક તા.કોડીના પાસેથી (૧) સોનાનો હા નં. ૧, કિ. રૂ. ૭૯,૬૮૦, (ર) સોનાનો ચેઇન નં. ૧ કિ.રૂ. ૩ર,૧૬૦ (૩) મોબાઇલ ફોન ૧ કિ. ૩,૦૦૦ કુલ કિ.રૂ. ૧,૧૪,૮૪૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

જયારે (ર) રાહુલ બહાદુરભાઇ ઉર્ફે બદરૂ રાઠોડ જાતે મારવાડી (ઉ.વ.ર૦) રહે. ઘાંટવડ ગામ ખોડીયાર મંદિર પાસે બસ સ્ટેશન નજીક પાસેથી (૧) ચાંદીના  સળા નં. ર કિ. રૂ. ૯પ૦૦ (ર) ચાંદીના પારાવાળી માળા નં. ૧ કિ. રૂ. ૧૩૮૦, કુલ કિ. રૂ. ૧૦,૮૮૦ તથા (૩) કિશનસિંહ નવલસિંહ રાઠોડ મારવાડ રાજપુત (ઉ.વ.૩૦) ધંધો મજુરી રહે ઘાંટવડ ખોડીયાર મંદિરની બાજુમાં અને (૪) જેસીંગભાઇ દિલીપભાઇ ચૌહાણ મારવાડી રાજપુત (ઉ.વ.રપ) રહે. ઘાંટવડ ખોડીયાર મંદીર પાસેથી રોકડા રૂ. ૩૧૦૦ મળી કુલ રૂ. ૧,રપ,૭ર૦ નોો મુદામાલ કબ્જે કરેલ છે.

આજથી આશરે એકાદ માસ પહેલા આતિષ, રાહુલ, જેસીંગ દિલીપ, કિશન નવલસિંહ બધાએ માણાવદરના પીપલાણા ગામની ગારીમાંથી ગામના આવવાના રસ્તે એક બંધ બે માળના મકાનમા઼ પાછળના ભાગે વંડી ટપી બીજા માળે આવેલ મકાનનું તાડુ તોડી કબાટ ખોલી તીજોરીમાંથી રોકડા ૭૦૦૦૦ તથા એક સોનાનો હારની ચોરી કરેલ હતી. જે અંગે ખરાઇ કરતા માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૩ ૭ર૦૦૭ર૭/૨૦ આઇપીસી ક. ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબ ગુન્હો રજી. થયેલ છે.

એકાદ માસ પહેલા માણાવદરના સણોસરા ગામ આગળ કારખાના પાસે આવેલ વાડીમાંથી મકાનમાંથી ચોરી કરેલ જેમાં રોકડ રૂ. ૧૦૦૦૦ નીકળેલ હતા.

એકાદ માસ પહેલા માણાવદરના સરદારગઢ ગામમાં રોડ ઉપર મજુરના ઝુંપડામાંથી પ૦૦૦ની ચોરી કરેલ હતી.

વીસેક દિવસ પહેલા માણાવદરના વેળવા ગામના પાદરમાંથી મજુરના ૮પ૦૦ રૂપીયા ઝુંપડામાંથી ચોરી કરેલ હતા.

છ -સાત માસ પહેલા ધોરાજી રોડ ઉપર કેનાલ પાસે આવેલ વાડીમાંથી મજુરના ૧ર૦૦૦ની ચોરી કરેલ હતી.

પાંચેક માસ પહેલા જુનાગઢ ધોરાજી ચોકડી રોડ પર આવેલ વાડીમાંથી મજુરના રપ૦૦ની ચોરી કરેલ હતી.

બે માસ પહેલા કુવાડવાના મધરવાડા ગામની વાડીમાંથી મજુરના ૧પ૦૦૦ની ચોરી કરેલ હતી. બે માસ પહેલા કુવાડવાના મધરવાડા ગામની વાડી માંથી મજુરના ઝુંપડામાંથી પ૦૦૦ની ચોરી કરેલ હતી. બે અઢી માસ પહેલા કુવાડવાના મધરવાડા ગામની વાડીમાંથી મજુરના ઝુંપડામાંથતી ૧૦૦૦૦ની ચોરી કરેલ હતી.

દોઢેક માસ પહેલા ગોંડલના ગુંદાળા ચોકડી રોડ ઉપરથી વાડીમાંથી મજુરના રોકડા રૂપીયા ૪૦૦૦ની ચોરી કરેલ હતી.

દોઢેક માસ પહેલા ગોંડલના ગુંદાળા ચોકડી રોડ ઉપરથી વાડીમાંથી મજુરના રોકડા રૂપીયા ૭૦૦૦ની ચોરી કરેલ હતી.

દોઢેક માસ પહેલા ગોંડલના ગુંદાળા ચોકડી રોડ ઉપરથી વાડીમાંથી મજુરના રોકડા રૂપીયા રપ૦૦૦૦ની ચોરી કરેલ હતી.

(11:15 am IST)