Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ભાવનગરમાં બિલ્ડરોએ એક ફલેટ ૨ વ્યકિતઓને વેંચી દીધો : છેતરપીંડીની ફરિયાદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૩ : ભાવનગરમાં એક ફલેટ બિલ્ડરોએ બે વ્યકિતઓને વેચાણ કરી છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ભરતનગર વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટીની રૂદ્ર રેસીડેન્સીનાં ફલેટ નં. ૩૦૨માં રહેતા ફલેટના માલીક ભૂપતભાઇ મોહનભાઇ ભોળાણીએ રૂદ્ર ડેવલોપર્સ કંપનીના ભાગીદાર હસમુખ શાંતિલાલ મેર અને બાબુ વેલજીભાઇ સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૩૧-૭-૧૫ના રોજ ઉપરોકત ફલેટ રૂ. ૧૪ લાખની કિંમતે વેચાણ રાખેલ ત્યારબાદ આજ ફલેટના અન્ય માલીક કાંતિભાઇ જીવાભાઇ સોલંકી અને તેના પત્નીના નામે હોવાનું અને તેમને ફાયનાન્સથી લોન ભરપાઇ ન કરી હોવાનું ખુલ્યું હતું.

બંને ભાગીદારોએ આ જ ફલેટ જયશ્રીબેન ઓધવજીભાઇ વાજાને પણ વેચાણથી આપી છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો.

આ અંગે ભરતનગર પોલીસે ફલેટના બંને બિલ્ડરો વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:12 am IST)