Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

મોરબીના ખગોળ પ્રેમીઓએ આકાશમાં ગુરૂ શનિ ગ્રહોની મહાયુતિ નિહાળવાનો લાભ લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૩ : ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજરાત સરકાર) ગાંધીનગર  દ્વારાં માન્ય 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજીત તા. ૨૧/૧૨/૨૦૨૦ સાંજે ૬=૩૦ થી ૭=૩૦ દરમ્યાન શ્રી ઉમા ટાઉનશીપ ગરબીચોક મોરબી-૨નાં ગ્રાઉન્ડમાં ખગોળીય મહાયુતિની ધટના પ્રોજેકટર લાઈવ તથા યુટ્યુબ લાઈવ જોવાનું આયોજન કર્યું હતું.

  આ ધટનાં જોવાં માટે સંખ્યા બંધ ખગોળ પ્રેમી લોકોએ જોવાનો લાવો લીધો હતો. ૨૧મી ડિસેમ્બર ના રોજ એટલે કે મહાયુતિના દિવસે ગુરુ અને શનિ બંને ગ્રહો એકબીજાથી માત્ર ૦.૧ અંશ જેટલાજ દૂર હતા. બંને મળીને જાણે એક જ  'તારો'  હોય તેવું લાગતું હતું જો કે ધ્યાન પૂર્વક જોતાં તે બંને ને અલગ અલગ જોઈ શકયા હતા.હવે પછીના દિવસોમાં બંને વચ્ચે અંતર વધતું જશે અને પશ્યિમ તરફ ગતિ કરતાં કરતાં બંને સૂર્યપ્રકાશમાં વિલીન થઈ જશે. પરંતુ આટલા નજીક તો જવલ્લે જ આવે છે.

 ૨૧ મી ડિસેમ્બર ૨૦૨૦ એક ખાસ દિવસ હતો.વર્ષનો સૌથી નાનો દિવસ તો ખરો જ! સાથોસાથ વાસ્તવિક ઉત્ત્।રાયણનો દિવસ પણ હતો! હવે આ દિવસે સૂર્ય દક્ષિણથી ઉત્ત્।ર તરફ પ્રયાણ કરશે! તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ ભટ્ટ અને દીપેન ભટ્ટ જણાવ્યું હતું.

(11:08 am IST)