Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

હળવદ તક્ષશિલા વિદ્યાર્થીઓની સિધ્ધી

હળવદ : રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર આયોજિત એલિમેન્ટ્રી અને ઈન્ટરમિડીયેટ ચિત્રકામ પરીક્ષાનું પરિણામ જાહેર થયું . જેમા હળવદની તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જવલંત સફળતા મેળવી . પ્રાથમિક ચિત્રકામ વિભાગમાં પટેલ હર્ષવી રોહિતભાઈએ 'ભાતચિત્ર' કેટેગરીમાં બેસ્ટ ચિત્ર દોરીને પ્રથમ નંબર મેળવ્યો હતો. જયારે દેકાવડિયા મહેશ પ્રેમજીભાઈએ 'કુદરતી દ્રશ્ય' કેટગરીમાં બીજો નંબર મેળવ્યો હતો . ઈન્ટરમિડીયેટ વિભાગમાં પીપરોતર હાર્દિક પરસોતમભાઈ અને નાયકપરા રાહુલ મહેશભાઈએ 'માનવસર્જિત પદાર્થચિત્ર '  અને 'ચિત્ર સંયોજન'કેટેગરીમાં અનુક્રમે પ્રથમ અને બીજો નંબર મેળવી કિલનસ્વીપ કર્યું હતું . સમગ્ર ચિત્ર પરીક્ષાની તમામ કેટેગરીમાં શાળાના ચિત્રશિક્ષક આશિષભાઈ રાઠોડે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું . શાળાના ટ્રસ્ટી ડો. એમ.ડી. સર અને હિતેશ કૈલા દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલ : દિપક જાની -હળવદ )

(10:01 am IST)