Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જસદણ પંથકના કાઠી અગ્રણી કાર્તિકભાઈ હુદડની મુખ્યમંત્રીને રજુઆત

ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા કાઠી ક્ષત્રિય અગ્રણીની માંગ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૩: જસદણ પંથકના કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી અને ગોરક્ષક કાર્તિકભાઈ હુદડ દ્વારા ગૌ માતા બાબતે જે ઉત્તરપ્રદેશના યોદ્ઘા મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજીને શુભેચ્છાઓ આપી ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી લઈ વડાપ્રધાનને રજુઆત કરી છે કે અમો ક્ષત્રિયોએ ગૌ માતા માટે અનેક બલિદાનો આપ્યાના પાળીયા કાઠિયાવાડના ગામો ગામ રાજપૂતો, કાઠી ક્ષત્રિયો, આહીર સમાજ, કારડીયા રાજપૂતો, કોળી સમાજ કે પછી ગાય માતાના રક્ષણ બાબતે અનેક હિન્દૂ સમાજ ના પાળીયા આજે અડીખમ ઉભા છે અને આ બાબતે ગંભીરતા પૂર્વક અમારા કાઠી ક્ષત્રિય સમાજ ના તમામ આગેવાનો દ્વારા રાજય સરકારને વિનંતી છે કે ગૌમાતા માટે ગૌવંશ સુધીનો કાયદો ઉત્તરપ્રદેશમાં લાગુ થયો તેમ ગુજરાતમાં કાયદો પસાર કરી ગોમાતાને બચાઓ અને સાયન્સે પણ સિદ્ઘ કર્યું છે કે ગાય માતામાં એટલી શકિત છે કે કોરોના જેવા ભયંકર રાક્ષસ સામે લડવાની પૂરતી શકિત છે ઉપરાંત ઓર્ગેનિક ખેતી પણ ગાય આધારિત થવા લાગી છે તો આ તમામ બાબતો ને ધ્યાનમાં રાખી અમારા સમસ્ત હિન્દૂ સમાજની માંગ સ્વીકારવાની રજૂઆતો કરાઈ છે અને આ બાબતે ટુંક સમય માં ગામડે ગામડે થી લઈ શહેર ની જનતા હાલના પાંચમા અનલોકને માન આપીને ડિસ્ટન્સ સાથે બેઠકોનો દોર ગૌ રક્ષક કાર્તિકભાઈ હુદડે શરૂ કર્યો છે.

(9:58 am IST)