Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

બેટ-દ્વારકામાં પતિના હાથે પત્નીની હત્યાઃ લાશને ઘરમાં જ ખાડો ખોદી દાટી દીધી

પત્ની સાથે કોઈ બાબતે માથાકુટ થતા પતિ સાલેમામદ ચમાડીયાએ ઉશ્કેરાટમાં નિર્મમ હત્યા કરી હતીઃ મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે મોકલાયોઃ પતિની શોધખોળ

 ઓખ-ખંભાળિયા તા.૨૩ : બેટ દ્વારકામાં પતિ ક્રુર બનતાં પત્નીની હત્યા નિપજાવી લાશને ઘરમાં જ ખાડો ખોદી દાટી દઈ નાશી છુટતા પોલીસે હત્યાનો ભેદ ખોલી નાશી છૂટેલા પતિની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ બેટ-દ્વારકામાં રહેતાં હવાબેન સાલેમામદ ચમડીયા (ઉ.વ.૪૮)નામની મહિલાની હત્યા કરાયેલી લાશ ઘરમાં ખોદેલા ખાડામાંથી મળી આવતાં ઓખા મરીન પોલીસે મૃતદેહને બહાર કાઢ ૧ ફોરેન્સીક પીએમ માટે મોકલી દઈ તપાસ હાથ ધરતા મહિલાની હત્યા તેમના જ પતિ સાલેમામદ ચમડીયાએ કરી હતી અને પુરાવાઓ છૂપાવવા માટે ઘરના ખુણામાં ખાડો ખોદી લાશને દાટી દઈ નાશી છુટયો હોવાનું સામે આવ્યું છે. દંપતિ વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હોય અને પતિએ ઉશ્કેરાટમાં હત્યા નિપજાવ્યાનું પોલીસે પ્રાથમિક તપાસમાં તારણ કાઢયું છે. બનાવ અંગે પોલીસે મૃતક મહિલાના પરિવારજન ઈસ્માઈલ સાલેમામદ મલેકની ફરીયાદ પરથી હત્યા નિપજાવનાર પતિ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(12:38 pm IST)