Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

મોરબી ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું બે શખ્સો બાઇકમાં અપહરણ કરી ગયા

પડધરી પંથકના પ્રેમ ભુરીયા તથા અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરીયાદ

મોરબી, તા.૨૩: મોરબી નજીકના ગામમાંથી પરપ્રાંતીય સગીરાનું બે શખ્સો બાઇકમાં બેસાડી અપહરણ કરી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

મોરબી નજીક આવેલ ગામમાં રહેતા મૂળ એમપીના રહેવાસી ખેતમજુરી કરતા પરિવારની સગીરાનું અપહરણ થયું છે. જેમાં ભોગ બનનાર સગીરાની બેને તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી પ્રેમભાઇ શોભનભાઇ ભુરીયા રહે. પડધરી ગામની સીમવાળો અને એક અજાણ્યો ઇસમ ફરીયાદીની સગીર વયની બેનને મોટરસાઇકલમાં બેસાડી અપહરણ કરી ગયા છે પોલીસે અપહરણનો ગુન્હો નોંધીઙ્ગ તપાસ ચલાવી છે.

(1:10 pm IST)