Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

તત્કાલીન સાંસદ,રૂરલ એસપી અને કોટડાસાંગાણીના પી.એસ.આઇ સામે ગુનો દાખલ કરવા લેખીત ફરીયાદ

નિવૃત હેડ કો.ખીમજીભાઇ સરવૈયાએ કોટડાસાંગાણી પોલીસ મથકમાં બદનક્ષીની ફરીયાદ કરીઃ ફરજ દરમિયાન પોતાના વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવ્યા બાદ નિર્દોષ છુટી જતા અંતે ત્રણેય સામે કાર્યવાહીની માંગણી

ગોંડલ, તા.૨૩: ગોડલ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૦માં ફરજ બજાવતા ખીમજીભાઈ પેથાભાઈ સરવૈયાએ તત્કાલીન સાંસદ કુવરજી બાવળીયા એસ.પી.ડી.એન.પટેલ તથા પોલીસ સબ.ઈન્સ. નાથાભાઈ બડવા વિરુદ્ઘ મનફાવે તે રીતે વર્તન કરેલ અને કર્મચારી તથા અધિકારીને દબાવીને મનનું ધાર્યુ કરવાની વૃત્ત્િ। રાખી તે સમયે ખોટી રીતે પ્રોહીબીસનનો કેસ દાખલ કરાવી પરેશાન કરવા બાબતે બદનક્ષીનીલેખીત ફરિયાદ કરતાં ચકચાર મચી જવા પામી છે.

 

નિવૃત હેડ કોન્સ્ટેબલ ખીમજીભાઈ એ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત.તા.૨૨/૬/૧૦ના રોજ કોટડા સાગાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એ દરમ્યાન તત્કાલીન સાસદ સભ્ય કુંવરજીભાઈ બાવળીયા એ મનફાવે તે રીતનુ વર્તન કર્મચારી અધિકારીને દબાવીને તેમનાં મનનું કરવાની વૃત્ત્િ। રાખી કાયદો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાને લીધે તેમના મનસ્વી વર્તનમાં સહકાર આપતા ન હતાં જેમને લઈને ગત તા. ૨૨/૬/૧૦ ના રોજ અમારા ઉપર ફોન કરી પ્રશ્ર્ન પુછતાં શિસ્તબદ્ઘ રીતે ઉત્ત્।ર આપેલા પરંતુ રાજકીય પ્રભાવ પાથરવા અસભ્ય વર્તન અને દબાવતા ફોન કાપી નાખેલ એ સમયે ફરજ ના ભાગ રૂપે અમોએ પોલીસ ડાયરીમાં એન્ટ્રી નં.૨૪/૧૦ થી ઓફીસર પાસે કરાવેલ પોલીસ નુ મોરલ તોડવા અને ધાક બેસાડવા માટે પોતાનો હોદાનો દુર ઉપયોગ કરી રાજકોટ રેન્જ ને ખોટા આક્ષેપો કરી મારી વિરુદ્ઘ પ્રોહી. ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાસદ નો હેતુ ઈરાદા પૂર્વક માનહાનિ બદનલક્ષી કરવાનો સ્પષ્ટ હેતુ હોવાનું ફલિત થતું હતું જે રજૂઆત અન્વયે આઈ.જી.પી.એ .એસ.પી. અને પોલીસ સબ.ઈન્સ. ને પગલાં લેવા હુકમ કરતાં એસ.પી.ડી.એન.પટેલે ડોકટરી તપાસ કરી બ્લડ લેવડાવી સાંસદ ને મદદગારી કરેલ એ સમયે પોલીસ સબ.ઈન્સ. નાથાભાઈ પોલાભાઈ બડવાએ તે મુજબની કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં પ્રોહી. ગુ.ર.નં.૫૧૪૮ થી કલમ ૬૬(૧) (બી).મુજબ નો ગુનો દાખલ કરી ચાર્જશીટ કરેલ જે ફોજદારી કેસ નં ૧૬૩/૧૧દ્મક અને બાદમાંઙ્ગ ૧૩૧૮/૧૪ થી કોટડા સાગાણી કોટમાં ચાલી જતાં નિર્દોષ જાહેર થયાં હતાં.

 આ ઉપરાંત તે સમયે ગુનો દાખલ થતાં અમોને સસ્પેન્ડ કરવામાં આવેલ અને બીજા ત્રણ ગુન્હાઓ કરવામાં આવેલ હાલ આ ગુના પેન્ડીંગ અને અમારી બદલી કોટડા થી ગોડલ જામનગર ભરૂચ જેવા વિસ્તારમાં કરવામાં આવેલ જેથી અમારી માન મર્યાદા ઈજજત ધુળધાણી થઈ હતી અને દારૂડિયા તરીકેની નજરે અમોને જોવા લાગેલા જેથી પ્રતિષ્ઠા ને મોટી માનહાનિ થયેલ હોય તેમજ સો જેટલા કોટડા સાગાણી મુદતે વિના કારણે હાજર રહેવું પડેલ જેમને લઈને બે વખત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટ સુધી દાદ માંગવા જવું પડેલ અમો ફરીયાદી ને અસહ્ય વેદના તેમજ હાર્ટએટેક નો હુમલો પણ આવેલ આવી અનેક પીડા સહન કરવી પડેલ અમારા વિરુદ્ઘ દાખલ થયેલ ગુના મહે. એડી. સેસન્સ ગોડલ કોર્ટમા ક્રિ.ઈ.નં.૧/૧૭ થી ચાલુ છે અને ખોટી જુબાની આપવા અંગે મહે.એડી. સેસન્સ જજ ગોડલ ની કોર્ટ માં અપીલ નં. ૨૯/૧૯.૨૮/૧૯ થી ચાલુ છે અસહ્ય પીડાથી ઉપરોકત ત્રણ વ્યકિત સાસદ .એસ.પી. પોલીસ સબ.ઈન્સ. વિરુદ્ઘ આઈ.પી.સી.કલમ. ૫૦૦..૧૧૪.ઙ્ગ મુજબ ની કાર્યવાહી કરવા કોટડા સાગાણી પોલીસ સ્ટેશનમાં. ગત. તા.૨૦ ના રોજ ખીમજીભાઈ એ લેખીત ફરિયાદ કરતાં ચકચાર મચી જવા પામી છે.

(1:09 pm IST)