Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ધોરાજીના પ્લાસ્ટીક ઉદ્યોગગૃહોની મુલાકાતે ચાઇના પ્રતિનિધિ મંડળના હોદ્દેદારો

પ્લાસ્ટીક રીસાઇકલીગ અંગે માર્ગદર્શન મેળવી નવી ટેકનોલોજી વિષે ચર્ચા કરી

ધોરાજી તા.ર૩ : ધોરાજીમાં પ્લાસ્ટીક ગૃહઉદ્યોગ પ્લાસ્ટીક રીસાયકલીગનું હબ બની ગયેલ છે કેન્દ્ર સરકારે પણ ધોરાજીના પ્લાસ્ટીક ઉદ્યોગકારો સામે બેઠકો યોજીને ભવિષ્યના પ્લાસ્ટીક રીસાઇકલીંગ ઉદ્યોગના હબ તરીકે વિકસાવવાની યોજના બનાવી છે.

આ ધોરાજીના પ્લાસ્ટીક ઉદ્યોગ તરફ વિશ્વના ઉદ્યોગોનું પણ ધ્યાન કેન્દ્રીત થયું છે. ત્યારે તાજેતરમાં ચાઇનાના ઉદ્યોગકારોએ પણ ધોરાજી પ્લાસ્ટીક ઉદ્યોગકારો સાથે મુલાકાત કરીને રીસાયકલીંગ અંગે જાણકારી મેળવી હતી.

ચાઇનીઝ પ્રતિનિધિ મંડળે ધોરાજી પ્લાસ્ટીક એશો.ના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાની મુલાકાત લઇ ઉદ્યોગૃહોની કાર્યવાહી નિહાળી હતી અને રીસાયકલીંગના ભાવિ કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરી છે.

(1:07 pm IST)