Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

કચ્છમાં પાંચ નવા મતદાન મથકો સાથે કુલ મતદારોની સંખ્યા ૧૪,૮૧,૨૪૯ પર પહોંચી

ભુજમાં મતદાર સુધારણા કાર્યક્રમની વિગતો આપતા મુખ્ય ચુંટણી અધિકારી

ભુજ,તા.૨૩: ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર રાજયની તમામ વિધાનસભા મત વિભાગની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે તા.૧૬ થી તા.૧૫/૧/૨૦૨૦ દરમિયાન હકક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારીને તેનો નિયમોનુસાર આખરી નિકાલ તા.૭/૨/૨૦૨૦ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવનાર છે. આ સમગ્ર કાર્યક્રમની જાણકારી કચ્છના તમામ નાગરિકો મળી રહે તે માટે ભુજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ બી પ્રજાપતિના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

પત્રકારોને વિગતો આપતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ.બી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૯નાં મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ઘિ કરવામાંઙ્ગ આવી છે. જેને ઈલેકશન કમિશનરની વેબસાઈટ ઉપર પણ મૂકવામાં આવી છે. તેમજ તેની એક નકલ રાજકીય પક્ષોને પણ આપવામાં આવી છે. આ મતદાર યાદીમાં સુધારા વધારા, હકક-દાવા-વાંધા સ્વીકારવા માટેની ખાસ ઝુંબેશરૂપે ૧૬ ડિસેમ્બરથી ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૦ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એક મહિના દરમિયાનઙ્ગ ચાલશે.

જેમાં ૧-૧-૨૦૨૦ ના રોજ જેના ૧૮ વર્ષ કંપ્લીટ થતાં હોય તેવા નવા યુવા મતદારો પોતાના નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે ફોર્મ નંબર ૬ ભરી શકશે. ફોન નંબર છ બીએલઓ પાસે ઉપલબ્ધ છે. આ ઉપરાંત મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને ચૂંટણી પંચની વેબસાઇટ www.nvsp.in અથવા www.ceo.gujarat.gov.iઁ ઉપર ફોન નંબર ફોર્મ નંબર ૬ ભરી શકાશે. ફોર્મ  નં.-૬ સાથે બે ફોટા તેમજ ઉંમરનો પુરાવો અને સરનામાંનો પૂરાવો આપવો જરૂરી છે. ફોન નંબર છ ભરીને બીએલઓને આપવાનું રહેશે અથવા તો કલેકટર કચેરી, મામલતદાર કચેરીને આપવાનાં રહેશે. મતદાર યાદીમાં કોઇ પણ કારણોસર નામ કમી કરવાના થતાં હોય જેમ કે, કોઇનું અવસાન થયું હોય કે સ્થળાંતર કરી ગયા હોય કે લગ્ન કરીને બીજે સ્થળે રહેવા ગયા હોય તેઓ માટે ફોર્મ નંબર-૭ ભરવાનું થાય છે. ફોર્મ નં.-૭ સાથે જે કારણથી નામ કમી કરવાનું થતું હોય જેમ કે મરણ થયું તો હોય તો મરણનો દાખલો, સ્થળાંતર થયું તો નવાં એડ્રેસનું પ્રુફ અને લગ્ન થયું તો લગ્નની કંકોત્રી વગેરે પુરાવો સામેલ કરવાનો રહેશે.

વધુમાં શ્રી પ્રજાપતિએ રાપર કે અબડાસા વિસ્તારમાં વાંઢોમાં હજુ પણ મહિલા મતદારોના નામો રહી ગયા છે, એ દાખલ કરવા માટે તંત્ર દ્વારા બીએલઓને સુચના આપવામાં આવી છે. એ માટે તેમને જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે. આ તકે તેમણે ખાસ કરીને નવા મતદારો મતદાર યાદીમાં નોંધવાના રહી ન જાય તે માટે કોલેજોમાં ૩૦ કેમ્પસ એમ્બેસેડર અને વિદ્યાર્થી સંમેલન દ્વારા નવાં નામોની નોંધણી કરાશે. કચ્છમાં કુલ મતદાન મથકોની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કચ્છમાં ૧૮૪૬ મતદાન મથકો હતા, જેમાં હમણાં જે વધારો થયા તેમાં પાંચ મતદાન મથકોનો વધારો થયો છે. હાલે કચ્છમાં ૧૮૫૧ મતદાન મથકો છે. આજની તારીખે કચ્છમાં ૪૪૦ સર્વિસ વોટર્સ મતદારયાદીમાં નોંધાયેલા છે. મુસદ્દાની મતદાર યાદી પ્રસિધ્ધ કરાઇ એ મુજબ કચ્છમાં ૧૪,૮૧,૨૪૯ મતદારો થાય છે, જેમાં પુરુષ મતદારો ૭,૭૧,૩૪૮ અને મહિલા મતદારો ૭,૦૯,૮૭૫ અને અધર ૨૬ મતદારો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.ઙ્ગ કચ્છમા દિવ્યાંગઙ્ગ મતદારો ૨૨૦૦ અને સતાયું મતદારો ૨૬૪ છે. સૌથી વધુ સતાયું મતદારો ભુજમાં ૭૨ છે. જયારે અબડાસામાં ૪૭, માંડવીમાં ૨૮, અંજારમાં ૪૭, ગાંધીધામ અને રાપરમાં ૩૨ છે, તેમ તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું.

(12:02 pm IST)