Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ટંકારાના વીરવાવ ગામેથી દારૂ ભરેલ બોલેરો કાર ઝડપાઇ વિદેશી દારૂની 1085 બોટલ સહીત 7,59 લાખનો મુદામાલ જપ્ત

મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા ડી.જી.ચૌધરી તથા ડીવાયએસપી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ૩૧ ડીસેમ્બર અનુસંધાને દારૂ ગુજરાતમાં આવવાની સમભાવના હોય જેથી તમામ પોલીસ મથકોને સુચના આપતા ટંકારા પોલીસ મથકના પી.એસ.આઈ. એલ.બી.બગડાની સુચનાથી પોલીસ સ્ટાફ જનકભાઈ છગનભાઈ મારવાણીયા, વિપુલભાઈ બાલાસરા, રણધીરભા નારૂભા, રવિભાઈ કીડિયા, વિક્રમભાઈ ફૂગશિયા અને વિશ્વરાજસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય

દરમિયાન ટંકારાના વીરવાવ ગામેથી બોલેરો જીજે ૩૬ ટી ૫૮૭૫ વાળીમાં શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૮૫ કીમત રૂ.૩,૫૯,૧૦૦ તથા બોલેરો કીમત રૂ.૪,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭,૫૯,૧7,59 લાખનો મુદામાલ જપ્ત ૦૦ નો મુદામાલ ઝડપી પાડી બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલા કરી વધુ તપાસ ચલાવી છે.

(12:01 am IST)