Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ભાવનગરનાં ર તબીબો આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંશોધન રજૂ કરશે

ભાવનગર તા.ર૩: સરકારી મેડીકલ કોલેજ, ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ફાર્મેકોલોજી વિભાગમાં અભ્યાસ કરતા બે રેસિડેન્ટ ડોકટર્સ, ડો. જીતેન્દ્ર હરજીભાઇ વાઘેલા અને ડો. પ્રશાંત મહેશભાઇ પરમાર પોતાના મહાનિબંધનું સંશોધનપત્ર શ્રીલંકાના પાટનગર કોલોમ્બોમાં આરોગ્ય અને દવા સંબંધી ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદમાં રજુ કરનાર છે.

ડો. જીતેન્દ્ર વાઘેલા ગિનિ પિગની શ્વાસનળીના વિસ્તરણ પર આદુની અસરના મૂલ્યાંકનનું અને ડો. પ્રશાંત પરમાર સફેદ ઉંદરની કીડની પર જેન્ટામાઇસીનથી થતી આડ અસર સામે હરડેની રક્ષણાત્મક અસરના મૂલ્યાંકનનું સંશોધન કાર્ય રજુ કરશે. આ બંને ડોકટર્સે પોતાના સંશોધનપત્ર તેમના અનુસ્નાતક શિક્ષકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ છે.

(11:40 am IST)